For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગ્રેટર નોઈડાઃ હોટલમાં ચાલતું હતું સેક્સ રેકેટ, 12 છોકરી અને 11 છોકરાની ધરપકડ

ગ્રેટર નોઈડાઃ હોટલમાં ચાલતું હતું સેક્સ રેકેટ, 12 છોકરી અને 11 છોકરાની ધરપકડ

By Staff
|
Google Oneindia Gujarati News

સમાચાર ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડા જિલ્લાથી છે. જ્યાં દનકૌર સ્થિત આવેલ એક હોટલમાં પોલીસે શનિવારે બપોરે દરોડા પાડી સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ દરમ્યાન પોલીસે ઘટના સ્થળેથી 12 છોકરીઓ અને 11 છોકરાઓની ધરપકડ કરી છે. જણાવી દઈએ કે પોલીસના દરોડા દરમ્યાન પકડાયેલી યુવતીઓમાંથી 3 યુવતીઓ ગ્રેજ્યુએશનની વિદ્યાર્થિની છે. દરોડા દરમ્યાન પોલીસને કેટલીક આપત્તીજનક દવાઓ અને સામગ્રી પણ મળી છે. પોલીસ મુજબ અહીં નોઈડા, બુલંદશહર અને આસપાસના વિસ્તારથી લોકો રંગરેલિયાં મનાવવા આવતા હતા.

sex racket

ડીસીપી આરકે સિંહે મીડિયાને જાણકારી આપતાં જણાવ્યું કે દનકૌરના ચીતી ગામ પાસે ક્રાઉન પ્લાઝા હોટલમાં ધંધો ચાલી રહ્યો હતો. જણાવવામાં આવ્યું કે ઘણા દિવસોથી દેહ વ્યાપારની સૂચનાઓ મળી રહી હતી. શનિવારે પુખ્તા સૂચના મળી હતી કે દનકૌર-સિકંદરાબાદ રોડ સ્થિત ન્યૂ ક્રાઉન પ્લાઝા હોટલમાં દેહ વ્યાપારનો ધંધો ચાલી રહ્યો છે. એસીપી તૃતીયના નેતૃત્વમાં પોલીસ સ્ટેશનના પ્રભારી અને અન્ય પોલીસ ટીમે હોટલ પર રેડ પાડી. કાર્યવાહી દરમ્યાન હોટલમાં ખુલ્લેઆમ સેક્સ રેકેટનો ધંધો ચલાવવામાં આવી રહ્યો હતો. પોલીસ સંચાલકોને કસ્ટડીમાં લઈ દરવાજા ખોલાવ્યા. તમામ રૂમમાં હાજર મહિલાઓ અને પુરુષોને પણ કસ્ટડીમાં લઈ લેવાયા.

કેટલીક મહિલાઓ પોલીસને જોઈ ભાગવા લાગી, જેમને મહિલા કોન્સ્ટેબલની મદદથી પકડી લેવામાં આવી. પોલીસે અહીંથી વાંધાજનક દવાઓ પણ જપ્ત કરી છે. ડીસીપી આરકે સિંહે જણાવ્યું કે પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં 12 મહિલાઓ સહિત 23 લોકોની ધરપકડ કરવામાં આવી છે. એટલું જ નહિ, આ સેક્સ રેકેટમાં હોટલના મેનેજર પણ લિપ્ત મળી આવ્યો. જણાવવામાં આવ્યું કે પકડાયેલી મહિલાઓ અને પુરુષ નોઈડા, દનકૌર, સિકંદરાબાદ અને બુલંદશહેરનો રહેવાસી છે. પોલીસ મુજબ આ હોટલ વર્ષ 2014થી સંચાલિત કરવામાં આવી રહી છે. પરંતુ ત્યાં ખાણીપીણીની એકેય વસ્તુ ના મળી. પોલીસનું કહેવું છે કે કેટલાક મહિનાઓથી અહીં ધંધો ચાલી રહ્યો હતો. બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી.

સ્થાનિક પોલીસની ભૂમિકા પર સાવલો ઉઠ્યા

આ પ્રકરણમાં ડીસીપી આરકે સિંહે કહ્યું કે આ મામલામાં ચાર કોન્સ્ટેબલ, એક હેડ કોન્સ્ટેબલ અને એક ડ્રાઈવનરને હાજર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય સંદિગ્ધ પોલીસકર્મીઓ પર તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે. એટલું જ નહિ સેક્સ રેકેટના ખુલાસા બાદ નોઈડા ઝોનના ડીસીપી રાજેશ સિંહે એક સંદિગ્ધ ચોકી ઈંચાર્જ વિરુદ્ધ પોલીસ કમિશ્નરને રિપોર્ટ મોકલી આપ્યો છે. શક્ય છે કે ચોકી ઈન્ચાર્જ પર પણ મુસિબત આવી શકે છે. આ ઉપરાંત દનકૌર પોલીસ સ્ટેશન અને તેની આસપાસની ચોકીઓમાં તહેનાત પોલીસકર્મીઓની ભૂમિકાની તપાસ કરાઈ રહી છે.

અમિત શાહ આજે પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુરમાં જનસભા સંબોધિત કરશેઅમિત શાહ આજે પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુરમાં જનસભા સંબોધિત કરશે

English summary
Prostitution was going on in the hotel, 12 girls were arrested
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X