For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નાગરિકતાના કાયદા અંગે ઉત્તર પૂર્વમાં વિરોધ પ્રદર્શનો ચાલું, ગુહાવટીમાં કર્ફ્યુમાં રાહત

ઉત્તર-પૂર્વમાં નાગરિકતા બિલ વિરૂદ્ધ દેશના વિવિધ ભાગોમાં હંગામો અને હોબાળો સાથે વિરોધ પ્રદર્શન ચાલુ છે. આસામ, ત્રિપુરામાં સૈન્ય તૈનાત છે અને કર્ફ્યુ પણ અમલમાં છે.

|
Google Oneindia Gujarati News

ઉત્તર-પૂર્વમાં નાગરિકતા બિલ વિરૂદ્ધ દેશના વિવિધ ભાગોમાં હંગામો અને હોબાળો સાથે વિરોધ પ્રદર્શન ચાલુ છે. આસામ, ત્રિપુરામાં સૈન્ય તૈનાત છે અને કર્ફ્યુ પણ અમલમાં છે. ગુવાહાટીમાં આજે (શનિવારે) સવારે 9 થી સાંજના 4 વાગ્યા સુધી કર્ફ્યુમાં રાહત આપવામાં આવી છે. જ્યારે મોબાઇલ ઇન્ટરનેટ અને મેસેજિંગ સેવા હજી પણ બંધ છે. દરમિયાન, કોહિમામાં નાગા સ્ટુડન્ટ્સ ફેડરેશન દ્વારા આજે છ કલાક માટે બંધ રાખવા હાકલ કરવામાં આવી છે. ડિબ્રુગઢમાં સવારે 8 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી કર્ફ્યુમાં રાહત આપવામાં આવી છે. ડિબ્રુગઢના ડેપ્યુટી કમિશનર ગોપાલ પલ્લવ ઝાએ આ માહિતી આપી છે.

Curfew

મેઘાલયમાં પણ તંગદિશાની પરિસ્થિતિને કારણે, ઇન્ટરનેટ સેવાઓ પર હજી પણ પ્રતિબંધ છે. જોકે, શિલંગમાં હિંસક વિરોધ પછી શુક્રવારે સવારે 10 વાગ્યાથી વિવિધ ભાગોમાં 12 કલાક કર્ફ્યુ હળવો કરવામાં આવ્યો હતો. જો કે, મોબાઇલ ઇન્ટરનેટ અને મેસેજિંગ સેવા હજી પણ સ્થગિત છે. હિંસક પ્રદર્શનને નિયંત્રિત કરવા માટે આસામની રાજધાની ગુવાહાટી અને અન્ય સ્થળોએ આર્મી અને આસામ રાઇફલ્સની આઠ ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે.સંરક્ષણના જનસંપર્ક અધિકારી લેફ્ટનન્ટ કર્નલ પી ખોંગસાઇએ જણાવ્યું હતું કે, મોરગાંવ, સોનીતપુર અને ડિબ્રુગઢ જિલ્લાના નાગરિક વહીવટીતંત્રે બગડતો કાયદો અને વ્યવસ્થાને નિયંત્રણમાં લાવવા ગુવાહાટી ઉપરાંત સૈન્ય અને આસામ રાઇફલ્સની માંગ કરી છે. વિરોધપક્ષ બિલ વિરૂદ્ધ હિંસા પર ઉતર્યા બાદ બુધવારે સેનાને બોલાવવામાં આવી હતી.

બીજી તરફ પશ્ચિમ બંગાળમાં પણ આ કાયદા સામે હિંસક વિરોધની શરૂઆત થઈ છે. અનેક સ્થળોએ વિરોધીઓએ જાહેર મિલકતોને આગ ચાંપી દીધી હતી. વિરોધ કરનારાઓની પોલીસ સાથે અનેક જગ્યાએ હિંસક અથડામણ પણ થઈ હતી. પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના બાલદાંગા રેલ્વે સ્ટેશન સંકુલને આગ ચાંપવામાં આવી હતી. વિરોધીઓએ આરપીએફના જવાનોને પણ માર માર્યા હતા. પશ્ચિમ બંગાળના ગ્રામીણ પ્રભુત્વ ધરાવતા વિસ્તારો, જેમ કે ગ્રામીણ હાવડા, મુર્શિદાબાદ, બીરભૂમ, બર્દવાન અને ઉત્તર બંગાળમાં ભારે વિરોધ પ્રદર્શન થયા હતા.

આ પણ વાંચો: નાગરિકતા સંશોધન બિલ પર માલદીવે આપ્યું નિવેદન, કહ્યું આ ભારતનો આંતરીક મામલો

English summary
Protests in the North East on citizenship laws, Curfew relief in Guwahati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X