For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અલગાવવાદિઓ સાથે મળીને કામ કરી રહ્યા હતા મહેબૂબા મુફ્તી

અલગાવવાદિઓ સાથે મળીને કામ કરી રહ્યા હતા મહેબૂબા મુફ્તી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી અને ઉમર અબ્દુલ્લા વિરુદ્ધ પબ્લિક સેફ્ટી એક્ટ અંતર્ગત કેસ નોંધવામા આવ્યો છે. જે બાદ વિપક્ષે કેન્દ્ર સરકાર પર તીખો હુમલો બોલ્યો હતો. પરંતુ પીએસએના જે દસ્તાવેજ સામે આવ્યા છે તેમા કહેવામાં આવ્યું છે કે મેહબૂબા મુફ્તી અલગાવવાદિઓ સાથે મળીને કામ કરી રહ્યા હતા. ધી હિન્દુના અહેવાલ મુજબ મુફ્તી વિરુદ્ધ એક ગોપનીય રિપોર્ટ સામે આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું કે મહેબૂબા મુફ્તી અલગાવવાદીઓ સાથે મળીને કામ કરી રહ્યા હતા, જેને પગલે તેમની વિરુદ્ધ પીએસએ અંતર્ગત કેસ નોંધ્યો છે.

ટ્વીટનો ઉલ્લેખ

ટ્વીટનો ઉલ્લેખ

રિપોર્ટમાં કેટલાય ટ્વીટનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે જેમા મહેબૂબા મુફ્તીએ અલગાવવાદીઓના મોત બાદ તેમના સન્માનની વાત કહી છે અને સેના પર આરોપ લગાવ્યો છે કે તેણે અલગાવવાદીઓ વિરુદ્ધ કેમિકલ હથિયારોનો ઉપયોગ કર્યો છે. મહેબૂબા મુફ્તી વિરુદ્ધ દાખળ રિપોર્ટમાં આ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તેમના બે ટ્વીટ જેમા તેમણે ટ્રિપલ તલાક કાનૂન અને દેશમાં મુસલમાનો સાથે થઈ રહેલ લિંચિંગનો ઉલ્લેખ કર્યો છે, જે યોગ્ય પરિપેક્ષ્યમાં નહોતું.

મહેબૂબા મુફ્તીના બે ભાષણનો ઉલ્લેખ

મહેબૂબા મુફ્તીના બે ભાષણનો ઉલ્લેખ

ઓમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તીએ આર્ટિકલ 370 અને 35એને ખતમ કરવા વિરુદ્ધ જે રેલીઓ કરી તેનો ઉલ્લેખ પણ બને વિરુદ્ધ પીએએસ અંતર્ગત નોંધાયેલ મામલામાં કરવમાં આવ્યો છે. ડોજિયરમાં બંનેના કેટલાય ભાષણોનો ઉલ્લેખ કરાયો છે. જુલાઈ 2019ને મહેબૂબા મુફ્તીએ એક ભાષણ આપ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે આર્ટિકલ 35એ સાથે છેડછાડ કરવી દારુગોળાને હાથ લગાવવા બરાબર હશે. જે હાથ 35એ સાથે છેડછાડ કરવા માટે ઉઠશે તે હાથ નહિ આખુ શરીર સળગીને ખાખ થઈ જશે. અન્ય એક ભાષણમાં તેમણે કહ્યું હતું કે જો આર્ટિકલ 370 ખતમ કરી દેવામાં આવી તો જમ્મુ-કાશ્મીરમાં તિરંગો લહેરાવવાથી કોઈ નહિ બચે.

ભડકાઉ ભાષણ

ભડકાઉ ભાષણ

ડોજિયરમાં ઓમર અબ્દુલ્લાની ધરપકડને યોગ્ય જણાવતા કહેવામાં આવ્યું કે તેમણે આર્ટિકલ 370 અને 35એને લઈ જે ભાષણ આપ્યું છે તે ઘણુ ભડકાઉ છે. મહેબૂબા મુફ્તીની દીકરી ઈલ્તિજા મુફ્તીએ કહ્યું કે ઓમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તીના ભડકાઉ ભાષણના કારણે જ જેલ મોકલવામાં નથી આવ્યા. તેમનો અપરાધ એ હતો કે તેમણે કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીર માટે ગેરકાનૂની પગલાનો વિરોધ કર્યો. નેશનલ કોનફ્રેન્સના નેતા હસનૈન મસૂદીએ કહ્યું કે આ પીએસએ ઘાટીમાં બધુ સામાન્ય છેના દાવાની પોલ ખોલે છે. જેનો ઉપયોગ એવા લોકો વિરુદ્ધ કરવામાં આવી રહ્યો છે જેઓ અલગ વિચર રાખે છે અને વિરોધ કરી રહ્યા છે, જે લોકતત્રનું મૂળ છે.

અમિત શાહ સાથેની બેઠક બાજ ભાજપે કહ્યું, એક્ઝિટ પોલનું ગણીત ઠીક નથીઅમિત શાહ સાથેની બેઠક બાજ ભાજપે કહ્યું, એક્ઝિટ પોલનું ગણીત ઠીક નથી

English summary
PSA dossier says Mehbooba Mufti was working with separatist in Jammu Kashmir.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X