For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેન્દ્રીય મંત્રીની પોલ ખોલી પીટીઆઇએ

|
Google Oneindia Gujarati News

Narayan Samy
નવી દિલ્હી, 12 નવેમ્બર: પ્રધાનમંત્રી કાર્યાલયમાં રાજ્યમંત્રી વી નારાયણસામીના જુઠ્ઠાણાનો સમાચાર એજન્સી પીટીઆઇએ પર્દાફાસ કર્યો છે. એજન્સીએ પોતાના રિપોર્ટરની સાથે મંત્રીની થયેલ વાતચીતની તે ટેપ સોમવારે જારી કરી કે જેમાં મંત્રી એમ કહેતાં સંભળાય છે કે સરકાર સીએજીને એકથી વધુ સભ્ય વાળું બનાવવાના પ્રસ્તાવ પર સક્રિયતાથી વિચારે છે.

નોંધનીય છે કે રવિવારે આ વિવાદ ત્યારે ઊભો થયો કે જ્યારે નારાયણ સામીએ પીટીઆઈના પેલા રિપોર્ટને ફગાવી દીધું કે જેમાં એજંસીએ તેમના તરફથી જણાવ્યુ હતું કે સીએજીને એકથી વધુ સભ્ય વાળુ બનાવી શકાય છે. આ ખબર આવતાં જ રાજકીય ક્ષેત્રે વિવાદ શરૂ થઈ ગયો. સીએજીની તાજેતરની કેટલીક રિપોર્ટોથી સરકારની સાખ ઉપર સવાલ ઊભો થયો છે. 2જી ઘોટાલાના પગલે તો યુપીએ સરકારના મંત્રીએ જેલ પણ જવુ પડ્યું હતું.

સીએજીના આ કથિત સખત વલણે સરકારની જાન આફતમાં નાંખી છે. એવામાં એ વાત સ્વાભાવિક ગણાઈ કે સરકાર સીએજીને સાધવાની કોશિશ કરી શકે છે. પરંતુ એકથી વધુ સભ્ય બનાવવાથી આ સંસ્થા બેકાર થઈ જવાનો ભય હતો અને તેથી સામીના આ નિવેદનના સમાચાર આવતાં જ સરકાર ઉપર ચારે બાજુથી દબાણ આવવું શરૂ થઈ ગયું. એટલે જ થોડી વાર પછી જ સામીએ આ સમાચારનું ખંડન કર્યું. તેણે નિવેદન જારી કરી જણાવ્યું, મેં ક્યારેય કોઈને આ વાત નથી કરી કે સરકાર સીએજીને એકથી વધુ સભ્ય વાળું બનાવવા અંગે વિચાર કરી શકે છે. મારા નિવેદનને ખોટી રીતે રજુ કરાયું.

English summary
The UPA was caught in a fresh controversy over the comptroller & auditor general (CAG) after V Narayanasamy, minister of state in the Prime Minister's Office, was quoted as saying that the government was "actively considering" converting the federal auditor's office into a multi-member body.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X