For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીમાં છઠ પૂજાને જાહેર મંજૂરી, DDMA બેઠકમાં લેવાયો નિર્ણય

દેશની રાજધાની દિલ્હીમાં જાહેરમાં છઠ પૂજાની ઉજવણી કરવાની મંજૂરી આપવામાં આવી છે. બુધવારના રોજ DDMAની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીમાં જાહેરમાં છઠ પૂજાની ઉજવણી કરવાની મંજૂરી આપવામાં આવી છે. બુધવારના રોજ DDMAની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. આ અંગે માહિતી આપતાં દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ જણાવ્યું કે, આજે DDMAની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, છઠ પર્વની ઉજવણીની પરવાનગી આપવામાં આવશે.

chhath puja

છઠ પૂજા દરમિયાન કોવિડ પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે અને સરકાર દ્વારા ઓળખવામાં આવેલા સ્થળો પર જ પૂજાની મંજૂરી આપવામાં આવશે. મનિષ સિસોદિયાએ કહ્યું કે, DDMAની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, દિલ્હીમાં છઠ પૂજાની મંજૂરી આપવામાં આવશે.

સરકાર દ્વારા નક્કી કરાયેલી જગ્યાઓ પર કડક પ્રોટોકોલ હેઠળ આ કરવામાં આવશે. કોવિડ પ્રોટોકોલ હેઠળ મર્યાદિત સંખ્યામાં લોકોને મંજૂરી આપવામાં આવશે.

ઉલ્લેખીય છે કે, દિલ્હીમાં કોરોના રોગચાળાના જોખમને ધ્યાનમાં રાખીને જાહેર સ્થળોએ છઠ પૂજાનું આયોજન ન કરવા માટે કહેવામાં આવ્યું હતું. કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલની આગેવાની હેઠળની દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ તે સમયે આ સંદર્ભમાં સૂચનાઓ જારી કરીને લોકોને છઠ પૂજા સુરક્ષિત રીતે ઘરે ઉજવવાની સલાહ આપી હતી.

English summary
The country's capital, Delhi, has been allowed to celebrate Chhath Puja in public.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X