For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તમિલનાડુમાં રેડ એલર્ટ, પુડુચેરી પ્રશાસને જાહેર કર્યા ઈમરજન્સી નંબર, 6 જિલ્લામાં અતિ ભારે વરસાદની સંભાવના

ભારે વરસાદના કારણે તમિલનાડુ ગંભીર રીતે બેહાલ થઈ ગયુ છે. રાજ્યના જિલ્લાઓ જળમગ્ન થઈ ગયા છે. હવામાન વિભાગે આજે પણ રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

ચેન્નઈઃ ભારે વરસાદના કારણે તમિલનાડુ ગંભીર રીતે બેહાલ થઈ ગયુ છે. રાજ્યના જિલ્લાઓ જળમગ્ન થઈ ગયા છે. બીજી તરફ હવામાન વિભાગે આજે પણ રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કર્યુ છે. પુડુચેરીમાં હાલમાં જોરદાર વરસાદ થઈ રહ્યો છે. અને અહીંના ઘણા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે. રેડ એલર્ટના કારણે અહીં ઘણા સંવેદનશીલ વિસ્તારોમાં રાજ્ય કુદરતી આફત ટીમોને તૈનાત કરવામાં આવી છે અને પ્રશાસન તરફથી લોકોને ઈમરજન્સી નંબર જાહેર કરવામાં આવ્યા છે.

તમિલનાડુ અને આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદના અણસાર

તમિલનાડુ અને આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદના અણસાર

હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ મુજબ આજે અને કાલે ચેન્નઈ, સેલમ, વેલ્લોર, તિરુપત્તૂર, રાનીપેટ, તિરુવન્નામલાઈ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની સંભાવના છે. હાલાં એક લો પ્રેશર એરિયા બંગાળની ખાડી ઉપર બનેલુ છે જે કાલ સુધી અતિ તીવ્રતામાં ફેરવાઈ શકે છે. જેના કારણે તમિલનાડુ અને આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદના અણસાર જોવા મળી રહ્યા છે.

પૂર માટે એડવાઈઝરી જાહેર

પૂર માટે એડવાઈઝરી જાહેર

તમિલવાડુ રાજ્ય કુદરતી આફત પ્રાધિકરણ(TNCDMA) એ 10 નવેમ્બર, 11 નવેમ્બરના રોજ યોજાનાર ભારે વરસાદને જોતા થૂથુકડી, વિલ્લીપુરમ, તિરુનેલવેલી, નાગાપટ્ટિનમ, કુડ્ડાલોર, ચેંગલપેટ્ટુ જિલ્લાઓ માટે પૂર એડવાઈઝરી જાહેર કરી છે.

પ્રશાસને લોકોને કરી અપીલ

ભારે વરસાદના કારણે પ્રશાસને લોકોને ઘરમાંથી બહાર ન નીકળવા માટે અપીલ કરી છે. પ્રશાસને કહ્યુ છે કે જનતાએ વરસાદ દરમિયાન બહાર ન જવુ જોઈએ. પૂરતુ ભોજન અને પાણીની વ્યવસ્થા તે ઘર પર રાખે. સંચાર માટે બધા સાધનોને ચાર્જ રાખે અને પળે-પળની વેધર અપડેટ લેતા રહે. માછીમારોને સમદ્રમાં જવાથી રોકવામાં આવ્યા છે.

English summary
Puducherry administration issued emergency number, TNSDMA releases flood advisory for 6 districts. Red alert in Tamil Nadu.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X