For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પુલવામા હુમલોઃ તપાસ બાદ NIAએ ફાઈલ કર્યો કેસ

પુલવામા હુમલામાં તપાસ એજન્સી નેશનલ ઈનવેસ્ટીગેશન એજન્સી (NIA)એ કેસ ફાઈલ કર્યો છે.

|
Google Oneindia Gujarati News

પુલવામા હુમલામાં તપાસ એજન્સી નેશનલ ઈનવેસ્ટીગેશન એજન્સી (NIA)એ કેસ ફાઈલ કર્યો છે. ગયા સપ્તાહે ગુરુવારે થયેલા પુલવામા હુમલા બાદ NIAની એક 10 સભ્યોની ટીમ ઘટના સ્થળ પર પહોંચી અને કેસની તપાસ શરૂ કરી હતી. ગયા સપ્તાહે ટીમે શ્રીનગર-જમ્મુ હાઈવેથી આ હુમલાથી જોડાયેલા પુરાવા ભેગા કર્યા હતા. આ હાઈવેથી સીઆરપીએફની 78 ગાડીઓનો કાફલો પસાર થઈ રહ્યો હતો તે સમયે જૈશનો આતંકી કાર લઈને ઘૂસી ગયો અને ધમાકો કરી દીધો હતો. આ હુમલામાં સીઆરપીએફના 40થી વધુ જવાનોના મોત થઈ ગયા હતા.

NIA

ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર ગૃહ મંત્રાલયે કાલે એટલે કે મંગળવારની સાંજે આ કેસ એનઆઈએને સોંપ્યો હતો જે બાદ આજે બુધવારે તપાસ એજન્સીએ કેસ ફાઈલ કરી દીધો છે. ગયા સપ્તાહે જમ્મુ કાશ્મીર પોલિસના સહયોગથી NIAએ પુલવામા હુમલા સાથે જોડાયેલા પુરાવા ભેગા કર્યા હતા. તપાસ દરમિયાન રાજ્ય પોલિસ અને NIAએ અમુક શંકાસ્પદોની પૂછપરછ કરી છે.

પુલવામા હુમલાના 24 કલાકની અંદર જ સુરક્ષાબળોએ આ ઘટનાને અંજામ આપનારા માસ્ટર માઈન્ડ ગાઝી ઉર્ફે કામરાનને ઠાર માર્યો હતો. પાકિસ્તાનને રહેવાસી કામરાને જ પુલવામા હુમલાનું ષડયંત્ર રચ્યુ હતુ. આ હુમલાની જવાબદારી જૈશ એ મોહમ્મદે લીધી છે. આ હુમલાની પાછળ પાકિસ્તાનનો હાથ ફરીથી એકવાર સામે આવ્યો છે.

આ પણ વાંચોઃ રાયબરેલીથી લોકસભાની ચૂંટણી લડશે સોનિયા ગાંધી! સન્યાસની અટકળો પર વિરામઆ પણ વાંચોઃ રાયબરેલીથી લોકસભાની ચૂંટણી લડશે સોનિયા ગાંધી! સન્યાસની અટકળો પર વિરામ

English summary
Pulwama Attack: Afte investigation NIA registers case
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X