For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પુલવામા અટેક પર બોલ્યું અમેરિકા- ભારતનો કોઈપણ ફેસલો અમને મંજૂર

પુલવામા અટેક પર બોલ્યું અમેરિકા- ભારતનો કોઈપણ ફેસલો મંજૂર

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ ગુરુવારે થયેલ પુલવામા આતંકી હુમલા બાદ શુક્રવારે સવારે અમેરિકી રાષ્ટ્પતિ ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જૉન બોલ્ટને પીએમ મોદીના એનએસએ અજિ ડોવાલ સાથે ફોન પર વાત કરી. બોલ્ટને આ દરમિયાન ડોવાલ સાથે સ્પષ્ટતા કરી દીધી કે આત્મરક્ષા માટે ભારત જે કંઈપણ ફેસલો લેશે અથવા પગલાં ઉઠાવશે, અમેરિકા તેનું સમર્થન કરે છે. બોલ્ટને પુલવામા હુમલા પર શોક વ્યક્ત કર્યો અને ભારતના કાઉન્ટર-ટેરરિઝ્મમાં તેની પૂરી મદદ કરવાનો ભરોસો પણ આપ્યો છે.

pulwama terror attack

વિદેશ મંત્રી પોંપેયોએ પણ પાકિસ્તાનને જવાબ આપ્યો

બોલ્ટને ન્યૂઝ એજન્સી પીટીઆઈની સાથે વાતચીતમાં કહ્યું, 'મેં અજિત ડોવાલ સાથે વાતચીત કરી અને કહ્યું કે અમે ભારતના આત્મરક્ષા માટે અધિકારનું સમર્થન કરીએ છીએ. મેં એમને બે વાર વાત કહી છે અને અમેરિકી તરફથી સંવેદનાઓ જાહેર કરી છે.' બોલ્ટને કહ્યું કે અમેરિકા આ વાતને લઈ બહુ સ્પષ્ટ છે કે પાકિસ્તાનને આતંકીઓના સુરક્ષિત ઠેકાણાને તબાહ કરવા પડશે. અમેરિકી વિદેશ મંત્રી માઇક પોંપેયો તરફથી સ્પષ્ટતા કરવામાં આી છે કે પાકિસ્તાનને દેશના અંદરના હાલના આતંકી ઠેકાણાને ખતમ કરવા પડશે. પોંપેયોએ પણ ટ્વીટ કરી કહ્યું કે ભારત આતંકવાદનો સામનો કરી રહ્યું છે અને પાકિસ્તાનમાં હાજર આતંકવાદીઓએ સુરક્ષિત ઠેકાણા આંતરરાષ્ટ્રીય સમુદાય માટે મોટો ખતરો છે.

અમેરિકાએ પોતાના નાગરિકોને ચેતવ્યા

ગુરુવરે જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં થયેલ આતંકી હુમલા બાદ અમેરિકા એક્શન મોડમાં આવી ગયું છે. ટ્રમ્પના પ્રશાસન તફથી પાકિસ્તાનને ચેતવણી આપી દેવામાં આવી છે અને સાથે જ પોતાના નાગરિકોને પણ ચેતવી દીધા છે. દક્ષિણ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કૉન્વૉય પર થયેલ આતંકી હુમલામાં 40 જવાન શહીદ થઈ ગયા. આ હુમલાને જૈશ-એ-મોહમ્મદે અંજામ આપ્યો છે. વિદેશ વિભાગ તરફથી આની સાથે જ પોતાના નાગરિકો માટે એક ટ્રાવેલ એડવાઈઝી પણ જાહેર કરવામાં આવી છે. આ એડવાઈઝરીમાં તેમને કહેવામાં આવ્યું કે તેઓ આતંકવાદને કારણે પાકિસ્તાન જતાં બચે.

આ પણ વાંચો-

પુલવામાં હુમલા પર સોનિયા ગાંધીનો ગુસ્સો, મોટી વાત કહીપુલવામાં હુમલા પર સોનિયા ગાંધીનો ગુસ્સો, મોટી વાત કહી

પુલવામા હુમલામાં એ નાની ભૂલ જે CRPFના જવાનો પર ભારે પડીપુલવામા હુમલામાં એ નાની ભૂલ જે CRPFના જવાનો પર ભારે પડી

5 દિવસ પહેલા જ ડ્યુટી પર ગયા વિજય, ખબર સાંભળી પત્ની બેભાન5 દિવસ પહેલા જ ડ્યુટી પર ગયા વિજય, ખબર સાંભળી પત્ની બેભાન

પુલવામા હુમલોઃ શહીદ જવાનના પરિવારને 1 કરોડ આપશે કમલનાથ સરકારપુલવામા હુમલોઃ શહીદ જવાનના પરિવારને 1 કરોડ આપશે કમલનાથ સરકાર

English summary
Pulwama attack: President Donald Trump NSA John Bolton told Ajit Indian NSA Doval that US supports India's right to self defence.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X