For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પુલવામા આતંકી હુમલોઃ ભારતના દોસ્ત રશિયાએ કહ્યુ, મસૂદ અઝહરને બેન કરો

ભારતના નજીકના અને છેલ્લા ઘણા દશકોથી રણનીતિક ભાગીદાર રહેલા રશિયાએ યુએનને માંગ કરી છે કે અઝહરને ગ્લોબલ આતંકી ઘોષિત કરવામાં આવે.

|
Google Oneindia Gujarati News

પાકિસ્તાન પર જો પુલવામા આતંકી હુમલા બાદ દબાણ વધતુ જઈ રહ્યુ છે તો યુનાઈટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ (યુએનએસસી) પર પણ જૈશ એ મોહમ્મદ પ્રમુખ મૌલાના મસૂદ અઝહર માટે દબાણ વધી રહ્યુ છે. હવે ભારતના નજીકના અને છેલ્લા ઘણા દશકોથી રણનીતિક ભાગીદાર રહેલા રશિયાએ યુએનને માંગ કરી છે કે અઝહરને ગ્લોબલ આતંકી ઘોષિત કરવામાં આવે. મંગળવારે ફ્રાંસ, અમેરિકા અને યુનાઈટેડ કિંગડમ તરફથી આ વાત કહેવામાં આવી હતી. આ દેશોએ કહ્યુ હતુ કે તે યુએનમાં અઝહરને આતંકી ઘોષિત કરવાનો પ્રસ્તાવ પાસ કરશે.

પુટિને આપ્યો સાથ

પુટિને આપ્યો સાથ

રશિયાના મંત્રી ડેનિસ માનટુરોવે કહ્યુ કે રશિયા આતંકવાદની લડાઈમાં હંમેશા ભારત સાથે ઉભુ છે અને રહેશે. ડેનિસે આ વાત એ સમયે કહી જ્યારે તેમને પૂછવામાં આવ્યુ હતુ કે શું તે યુએનએસસીમાં અઝહરને ગ્લોબલ ટેરરિસ્ટ ઘોષિત કરતા પ્રસ્તાવ પર ભારતનું સમર્થન કરશે. ડેનિસે પુલવામા આતંકી હુમલાની નિંદા કરી અને કહ્યુ કે આતંકવાદ સામે હંમેશા ભારતનું સમર્થ કરવામાં આવશે. આ પહેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુટિને પણ પુલવામા હુમલા પર મોટુ નિવેદન આપ્યુ હતુ.

પીએમ મોદીને અપાવ્યો ભરોસો

પીએમ મોદીને અપાવ્યો ભરોસો

હુમલા બાદ પુટિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સંદેશ મોકલ્યો હતો. પુટિને મોદીને કહ્યુ હતુ, ‘આ હુમલા પર અમારી સંવેદનાઓ સ્વીકાર કરો જેમાં જમ્મુ કાશ્મીરમાં ભારતની સેનાના જવાનોએ પોતાના જીવ ગુમાવ્યા છે.' પુટિને કહ્યુ હતુ કે રશિયા આ હુમલાની આકરી નિંદા કરે છે. આ હુમલાના ષડયંત્રકારોને નિશ્ચિત રીતે સજા મળવી જોઈએ. આ સાથે જ તેમણે કહ્યુ કે ભારત સાથે મળીને કાઉન્ટર ટેરરિઝમ સહયોગને વધુ મજબૂત કરવા માટે તૈયાર છે.

અમેરિકાએ ફરીથી ઝાટક્યુ પાકને

અમેરિકાએ ફરીથી ઝાટક્યુ પાકને

બુધવારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી પુલવામા હુમલા પર નિવેદન આપવામાં આવ્યુ છે. ટ્રમ્પે આ હુમલાને ભયાનક ગણાવ્યો છે. સાથે કહ્યુ છે કે આ હુમલામાં એક વિસ્તૃત નિવેદન જાહેર કરશે. વળી, અમેરિકી વિદેશ વિભાગ તરફથી કહેવામાં આવ્યુ છે કે પાકિસ્તાન હુમલાની તપાસમાં મદદ કરે અને ષડયંત્રકારોને સજા આપે.

ન્યૂઝીલેન્ડ અને ફ્રાંસ પણ સમર્થનમાં

ન્યૂઝીલેન્ડ અને ફ્રાંસ પણ સમર્થનમાં

રશિયા પહેલા ન્યૂઝીલેન્ડ અને ફ્રાંસ તરફથી પણ હુમલાની નિંદા કરવામાં આવી છે. આ દેશોએ પણ પાકિસ્તાને કહ્યુ છે કે તે ષડયંત્રકારો પર એક્શન લે. 14 ફેબ્રુઆરીના રોજ જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થઈ ગયા હતા. સીઆરપીએફ કાફલા પર થયેલા આ સુસાઈડ એટેકને જૈશ એ મોહમ્મદના આતંકી આદિલ અહમદ ડારે અંજામ આપ્યો હતો.

આ પણ વાંચોઃ સામે આવ્યા સૈફ અલી ખાનના આલીશાન પટોડી પેલેસના ફોટા, કિંમત જાણીને ચોંકી જશોઆ પણ વાંચોઃ સામે આવ્યા સૈફ અલી ખાનના આલીશાન પટોડી પેલેસના ફોટા, કિંમત જાણીને ચોંકી જશો

English summary
Pulwama Attack: Russia appeals UN to declare Jaish commander Masood Azhar as a global terrorist.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X