For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પુલવામા હુમલોઃ જૂના નિવેદનો યાદ કરાવી શરદ પવારે સાધ્યુ પીએમ મોદી પર નિશાન

શરદ પવારે 2014 લોકસભા ચૂંટણી દરમિયાન નરેન્દ્ર મોદીના નિવેદનોની યાદ કરાવીને તેમના પર હુમલો કર્યો છે.

|
Google Oneindia Gujarati News

પુલવામા હુમલા અંગે એનસીપી પ્રમુખ શરદ પવારે પીએમ મોદી પર હુમલો કર્યો છે. શરદ પવારે 2014 લોકસભા ચૂંટણી દરમિયાન નરેન્દ્ર મોદીના નિવેદનોની યાદ કરાવીને તેમના પર હુમલો કર્યો છે. તે સમયે શરદ પવાર તત્કાલીન મનમોહન સિંહ સરકારનો હિસ્સો હતા. તેમણે કહ્યુ, 'પ્રધાનમંત્રી બનતા પહેલા નરેન્દ્ર મોદી કહેતા હતા કે મનમોહન સિંહ સરકાર પાકિસ્તાનને સબક શીખવાડવામાં નિષ્ફળ રહી છે.'

2014ની પહેલાના નિવેદનો અંગે પીએમ મોદી પર સાધ્યુ નિશાન

2014ની પહેલાના નિવેદનો અંગે પીએમ મોદી પર સાધ્યુ નિશાન

બારામતીમાં પીએમ મોદી પર હુમલો કરતા શરદ પવારે કહ્યુ, ‘તેઓ કહેતા હતા કે મનમોહન સિંહની સરકાર પાકિસ્તાનને સબક શીખવવામાં નિષ્ફળ રહી છે. તે કહેતા હતા કે મનમોહન સિંહ સરકારમાં સબક શીખવવાની ક્ષમતા નથી. માત્ર 56 ઈંચની છાતી રાખનારા જ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી શકે છે. એ લોકોને અપીલ કરતા હતા કે યુપીએની જગ્યાએ ભાજપના નેતૃત્વવાળા એનડીએને જીતાડો જેથી પાકને સબક શીખવાડી શકાય.'

‘હું એ માંગ ફરીથી નહિ કહુ જે તે સમયે નરેન્દ્ર મોદીએ ઉઠાવી હતી'

‘હું એ માંગ ફરીથી નહિ કહુ જે તે સમયે નરેન્દ્ર મોદીએ ઉઠાવી હતી'

પવારે કહ્યુ કે હવે બધા લોકોએ જોઈ લીધુ કે શું થયુ પરંતુ આજે હું એ માંગ ફરીથી નહિ કહુ જે તે સમયે નરેન્દ્ર મોદીએ ઉઠાવી હતી. શરદ પવારે કહ્યુ કે નરેન્દ્ર મોદીએ વર્ષ 2014ની લોકસભા ચૂંટણી પહેલા પોતાની જે છબી બનાવી હતી તેમાં હવે નિશ્ચિત રૂપે ઘટાડો થયો છે. રાકાંપા અધ્યક્ષે ગુરુવારે જમ્મુ કાશ્મીરમાં સીઆરપીએફના કાફલા પર હુમલાને રાષ્ટ્ર પર હુમલો ગણાવ્યો અને એ વાત પર જોર આપ્યુ કે આતંકી ઘટનાનું રાજકીયકરણ કરવાનો કોઈ પ્રયાસ કરવો જોઈએ નહિ.

પુલવામા હુમલામાં શહીદ થયા 40 જવાન

પુલવામા હુમલામાં શહીદ થયા 40 જવાન

આ પહેલા પુલવામા હુમલા માટે મમતા બેનર્જીએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પર સવાલ ઉઠાવ્યા. મમતા બેનર્જીએ કહ્યુ કે પુલવામા હુમલો અમારી ખુફિયા એજન્સીની નિષ્ફળતાનું પરિણામ છે. આપણા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ શું કરી રહ્યા હતા? તમને જણાવી દઈએ કે જમ્મુ કાશ્મીરના પુલવામામાં ગુરુવારે સીઆરપીએફના કાફલા પર હુમલામાં 40 જવાન શહીદ થયા હતા. આજે આ શહીદ જવાનોના રાજકીય સમ્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે.

English summary
Pulwama attack: Sharad Pawar takes a dig at PM Modi Recalling old remarks
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X