લગ્નમાં વર્જિનિટી ટેસ્ટનો વિરોધ કરવા પર મહિલાને ગરબા રમવાથી રોકી

મહારાષ્ટ્રના પૂણેના ભાટનગરમાં એક મહિલાને ગરબા રમવાથી એટલા માટે રોકવામાં આવી કારણકે તેણે વર્જિનિટી ટેસ્ટનો વિરોધ કર્યો હતો.

મહારાષ્ટ્રના પૂણેના ભાટનગરમાં એક મહિલાને ગરબા રમવાથી એટલા માટે રોકવામાં આવી કારણકે તેણે વર્જિનિટી ટેસ્ટનો વિરોધ કર્યો હતો. 23 વર્ષીય ઐશ્વર્યા તમાયચીકરે પોતાના લગ્ન સમયે કંજરભાટ સમાજમાં થતા વર્જિનિટી ટેસ્ટનો વિરોધ કર્યો હતો. આ વિરોધના કારણે તેને નવરાત્રિમાં ગરબા રમવાની મનાઈ કરી દેવામાં આવી. ઐશ્વર્યાએ તેની સામે પિંપરી-ચિંચવડ પોલિસ સ્ટેશનમાં સમાજના લોકો સામે કેસ ફાઈલ કરાવ્યો છે.

સમાજે ગરબા રમવાથી રોકી

સમાજે ગરબા રમવાથી રોકી

પૂણેના ભાટનગરમાં જ્યારે 23 વર્ષીય ઐશ્વર્યા તમાયચીકર ગરબા રમવા ગઈ તો સમાજના લોકોએ તેનો વિરોધ કરી તેને ગરબા રમવાની મનાઈ કરી દીધી. ઐશ્વર્યાએ જણાવ્યુ કે તેમણે વર્જિનિટી ટેસ્ટો વિરોધ કર્યો હતો જેના કારણે તેને નવરાત્રિમાં શામેલ થવા દેવામાં ન આવી. ઐશ્વર્યાને એ કહીને ગરબા ન રમવા દીધા કે તેણે વર્જિનિટી ટેસ્ટનો વિરોધ કરીને કંજરભાટ સમાજનું નામ બદનામ કર્યુ છે. તેણે આની સામે સમાજના 8 લોકો સામે પિંપરી-ચિંચવડ પોલિસ સ્ટેશનમાં કેસ ફાઈલ કરાવ્યો છે.

લોકોને ટેસ્ટ સામે જાગૃત કરે છે વિવેક અને ઐશ્વર્યા

લોકોને ટેસ્ટ સામે જાગૃત કરે છે વિવેક અને ઐશ્વર્યા

ઐશ્વર્યા પૂણેમાં કાયદાનો અભ્યાસ કરી છે. તેણે 12 મે, 2018 ના રોજ વિવેક તમાયચીકર સાથે લગ્ન કર્યા હતા અને લગ્નના સમયે આ જોડીએ વર્જિનિટી ટેસ્ટનો ખૂબ વિરોધ કર્યો હતો. કંજરભાટ સમાજમાંથી આવતી આ જોડીએ આવુ કરવા પર સમાજનો બહિષ્કારનો સામનો કરવો પડ્યો હતો. ઐશ્વર્યાના પતિ વિવેક તમાયચીકર વૉટ્સએપ ગ્રુપ અને ફેસબુક પર ‘સ્ટોપ ધ વી રિચ્યુઅલ' નામથી પેજ બનાવીને વર્જિનિટી ટેસ્ટ સામે લોકોને જાગૃત કરે છે.

કંજરભાટમાં આજે પણ પ્રચલિક છે આ રૂઢિવાદી પરંપરા

કંજરભાટમાં આજે પણ પ્રચલિક છે આ રૂઢિવાદી પરંપરા

કંજરભાટની વર્જિનિટી પરંપરાનો વિરોધ કરવા પર વિવેક પર કથિત રીતે ઘણા હુમલા પણ થઈ ચૂક્યા છે. વર્જિનિટી ટેસ્ટની પરંપરા આમ તો દેશમાં ધીમે ધીમે બંધ થઈ રહી છે પરંતુ મહારાષ્ટ્રના આદિવાસી સમાજ કંજરભાટમાં તે આજે પણ પ્રચલિત છે. ઘણા યુવા લોકો આ પ્રથાને ખતમ કરવા માટે કામ કરી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X