For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બટાલા પછી પંજાબના તરનતારણ માં બ્લાસ્ટ, 2 લોકોની મૌત

પંજાબના તરનતારણમાં બુધવારે બ્લાસ્ટ થયો હતો, જેમાં બે લોકોનાં મોત નીપજ્યાં હતાં. પ્લોટનું ખોદકામ કરવામાં આવી રહ્યું હતું ત્યારે બ્લાસ્ટ થયો હતો.

|
Google Oneindia Gujarati News

પંજાબના તરનતારણમાં બુધવારે બ્લાસ્ટ થયો હતો, જેમાં બે લોકોનાં મોત નીપજ્યાં હતાં. પ્લોટનું ખોદકામ કરવામાં આવી રહ્યું હતું ત્યારે બ્લાસ્ટ થયો હતો. પોલીસને શંકા છે કે મૃતક જુદા જુદા ગામોના રહેવાસી હોઈ શકે છે અને તેઓ કોઈ ઘટનાને અંજામ આપવા જઇ રહ્યા હતા. તેઓએ પ્લોટની નીચે બૉમ્બ દબાવીને રાખ્યો હતો, જેને કાઢવા દરમિયાન બ્લાસ્ટ થયો હતો.

Punjab

મળતી માહિતી મુજબ, જ્યારે બ્લાસ્ટનો અવાજ આવ્યો ત્યારે ગ્રામજનોએ જોયું કે એક ખરાબ રીતે ઈજાગ્રસ્ત માણસ રસ્તા પર પડ્યો હતો. તેમને તુરંત તરનતારણની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. હોસ્પિટલથી પરત ફરતી વખતે ગ્રામજનોએ જોયું કે ખાલી પડેલા પ્લોટમાં બે લાશો પડી હતી છે અને જગ્યા પર એક મોટો ખાડો પડી ગયો હતો.

આશંકા છે કે આ ત્રણેય લોકો ક્યાં તો બોમ્બને દબાવવા માટે આવ્યા હતા અથવા પહેલાથી દફનાવેલા બોમ્બને કાઢવા માટે આવ્યા હતા અને ખોદકામ દરમિયાન બ્લાસ્ટ થયો હતો. હાલમાં પોલીસ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે અને માર્યા ગયેલા લોકો વિશે માહિતી એકઠી કરવામાં આવી રહી છે. જો શંકાસ્પદ વિસ્ફોટકને છુપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તો આ પાછળનો હેતુ શું હતો તે જાણવાનો પણ પોલીસ પ્રયાસ કરી રહ્યો છે. અગાઉ બુધવારે પંજાબના ગુરદાસપુરમાં ફટાકડા ફેકટરીમાં મોટો ધડાકો થયો હતો.

આ પણ વાંચો: ગુજરાતમાં 28,000 હીરા કામદારો નોકરી ગુમાવી ચૂક્યા છે, કંઈક આવી અપીલ

English summary
Punjab: 2 dead, 1 injured in an explosion at Tarn Taran
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X