For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઝેરી દારૂ પીવાથી પંજાબમાં 21 લોકોના મોત, તપાસ માટે SITની રચના

કોરોના કાળમાં પંજાબના અમૃતસર, બટાલા અને તરનતારનમાં કથિત રીતે ઝેરી દારૂ પીવાથી 21 લોકોના મોતનો મામલો સામે આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

કોરોના કાળમાં પંજાબના અમૃતસર, બટાલા અને તરનતારનમાં કથિત રીતે ઝેરી દારૂ પીવાથી 21 લોકોના મોતનો મામલો સામે આવ્યો છે. આ ઘટનામાં પંજાબ પોલિસે નકલી દારૂ બનાવનાર અમુક લોકોની ધરપકડ કરી છે. વળી, તરસિક્કના પોલિસ સ્ટેશનના એસએચઓ પર કાર્યવાહી કરીને તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. કેસની ગંભીરતાને સમજીને મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે એસઆઈટી રચીને મેજિસ્ટ્રિયલ તપાસના આદેશ આપી દીધા છે.

liquor

અત્યાર સુધી મળેલી માહિત મુજબ આ મોતની તપાસ માટે ચાર સભ્યોની SITની રચવામાં આવી છે જે બધા મામલે તપાસ કરશે. વળી, મેજેસ્ટ્રિયલ તપાસની જવાબદારી સીએમ કેપ્ટન અમરિંદર સિંહે જલંધરના ડિવિઝનલ કમિશ્નરને સોંપી છે. સીએમ અમરિંદરે ડિવિઝનલ કમિશ્નરને એ છૂટ આપી છે કે તે આ કેસની તપાસ માટે કોઈ પણ પોલિસ અધિકારી કે વિશેષજ્ઞની સલાહ લઈ શકે છે. સીએમે કહ્યુ કે તપાસમાં દોષી જણાયેલ લોકો સામે પ્રશાસન કડક કાર્યવાહી કરશે.

પંજાબમાં અમૃતસર જિલ્લાના મુચ્છલ ગામમાં ઝેરી દારૂ પીવાથી 24 કલાકની અંદર 6 લોકોના મોતથી હોબાલો મચી ગયો છે. વળી, 2 કિલોમીટરના અંતરે સ્થિત તંગ્રા ગામમાં 1 વ્યક્તિનુ મોત થયુ છે. અમૃતસર એસએસપી વિક્રમજીત દુગ્ગલે મોતની પુષ્ટિ કરીને આ માહિતી આપી. આ કેસમાં ગુરુવારે મોડી સાંજે આઈપીસીની કલમ 304 હેઠળ કેસ નોંધીને એક મહિલા બલવિંદર કોરે ગામમાં ગેરકાયદે દારૂ વેચવાની શંકામાં ધરપકડ કરી છે. શિરોમણિ અકાલી દળના સ્થાનિક નેતા બલબીર સિંહે જણાવ્યુ કે ગામમાં બધા જાણે છે કે બલવિંદર કૌર ગેરકાયદે દારૂ વેચવાનો વેપાર ચલાવે છે પરંતુ આ આશ્ચર્યજનક વાત છે કે પોલિસ અને સરકારને આ અંગેની માહિતી કેવી રીતે ન મળી.

સુશાંતના પરિવારે રિયા પર લગાવ્યા ગંભીર આરોપ, CAએ મોટી રકમ વિશે કર્યા આ ખુલાસાસુશાંતના પરિવારે રિયા પર લગાવ્યા ગંભીર આરોપ, CAએ મોટી રકમ વિશે કર્યા આ ખુલાસા

English summary
Punjab: 21 people died due to drinking poisonous liquor, SIT formed for investigation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X