For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

AAPનો દાવો - પંજાબમાં સરકાર બનવાના માત્ર 5 મહિનામાં 200થી વધુ ભ્રષ્ટાચારીઓની કરી ધરપકડ

આમ આદમી પાર્ટી(AAP)નુ કહેવુ છે કે પંજાબમાં સત્તામાં આવ્યા બાદથી ભ્રષ્ટાચારીઓ સામે ઝડપી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

|
Google Oneindia Gujarati News

ચંદીગઢઃ આમ આદમી પાર્ટી(AAP)નુ કહેવુ છે કે પંજાબમાં સત્તામાં આવ્યા બાદથી ભ્રષ્ટાચારીઓ સામે ઝડપી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ માટે AAP સરકારે ભ્રષ્ટાચાર મુક્ત પંજાબ માટે અભિયાન શરૂ કર્યુ છે. એક સત્તાવાર નિવેદનમાં પાર્ટીએ કહ્યુ કે સીએમ ભગવંત માનના નેતૃત્વમાં સરકારે માત્ર 5 મહિનામાં ભ્રષ્ટાચારના કેસમાં 200થી વધુ આરોપીઓની ધરપકડ કરી છે.

cm mann

આમ આદમી પાર્ટી(AAP)એ 'મિશન કરપ્શન ફ્રી પંજાબ' નામના તેના સત્તાવાર ટ્વિટર અકાઉન્ટ પર ટ્વિટ કર્યુ છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે તેમની સરકારના કાર્યકાળ દરમિયાન અત્યાર સુધીમાં 135 સરકારી અધિકારીઓની લાંચ લેવા બદલ ધરપકડ કરવામાં આવી છે. પાર્ટીએ એક નિવેદનમાં કહ્યુ કે અમારી ભ્રષ્ટાચાર વિરોધી હેલ્પલાઇનની મદદથી લોકોની ફરિયાદ પર 40 FIR નોંધવામાં આવી હતી અને ભ્રષ્ટાચારીઓને પકડવામાં આવ્યા હતા. પાર્ટીએ કહ્યુ કે અમારી સરકારમાં કોઈપણ ભ્રષ્ટાચારીઓને બક્ષવામાં આવશે નહિ.

સીએમ કેજરીવાલને મળવા ગયા માન

પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન દિલ્લીની મુલાકાત દરમિયાન AAP વડા અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મળવા પહોંચ્યા હતા. તેઓ તેમના નિવાસસ્થાન ગયા. આ પ્રસંગે સી.એમ. માનની સાથે અન્ય બે કેબિનેટ મંત્રીઓ પણ હતા. કહેવામાં આવી રહ્યુ છે કે સી.એમ. માન શિક્ષણમંત્રી અને આરોગ્ય મંત્રી સાથે અરવિંદ કેજરીવાલને મળવા દિલ્લી પહોંચ્યા હતા. જ્યાં તેમણે કેજરીવાલના નિવાસસ્થાને ખાસ બેઠક કરી હતી. આ દરમિયાન રાજ્યની સ્થિતિ અને આગામી રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

English summary
Punjab: AAP govt arrested more than 200 people for Corruption, 40 FIRs have been registered
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X