પંજાબમાં પણ છવાશે આમ આદમી પાર્ટીનો જાદુ

Written By:
Subscribe to Oneindia News

પંજાબ માં ચૂંટણી નો ખળભળાટ હવે શાંત થઇ ચૂક્યો છે, સૌની નજર મત ગણતરીના પરિણામ પર છે. 11 માર્ચના રોજ પરિણામો સામે આવશે, આ દરમિયાન આમ આદમી પાર્ટી ના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એ ભાવુક સંદેશો બહાર પાડતાં કહ્યું કે, તેમની પાર્ટી જ પંજાબમાં જીતશે. જો કે, ઓપિનિયન પોલમાં પંજાબમાં ત્રિશંકુ વિધાનસભાની ભવિષ્યવાણી કરી છે. તો બીજી બાજુ એનડીટીવીના પ્રણય રોયે કહ્યું કે, પંજાબમાં આમ આદમી પાર્ટીના જીતની સંભાવના વધુ છે.

પંજાબમાં 4 ફેબ્રુઆરીના રોજ થયું હતું મતદાન

પંજાબમાં 4 ફેબ્રુઆરીના રોજ થયું હતું મતદાન

પ્રણય રોયે જણાવ્યું કે, તેમણે જે વિશ્લેષણ કર્યું છે એ અનુસાર પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના જીતવાની સંભાવના 55થી 60 ટકા છે. તેમણે પંજાબની મુલાકાત દરમિયાન ઘણા લોકો સાથે વાતચીત કરી હતી, એ પછી તેઓ જે નિષ્કર્ષ પર પહોંચ્યા છે તે એ છે કે આ વર્ષે આમ આદમી પાર્ટીના જીતવાની વધુ સંભાવના છે.

શું પંજાબમાં કમાલ કરશે આમ આદમી પાર્ટી?

શું પંજાબમાં કમાલ કરશે આમ આદમી પાર્ટી?

પ્રણય રોયે આ પહેલાના પૂર્વાનુમાનમાં કહ્યું હતું કે કોંગ્રેસ પાસે પંજાબમાં જીતવાની સારી તક છે. હવે જ્યારે એમણે પૂર્ણ પ્રદેશની મુલાકાત દરમિયાન લોકો સાથે વાતચીત કરી છે ત્યારે એમનું અનુમાન બદલાયું છે. તેમના અનુસાર પંજાબમાં આમ આદમી પાર્ટી જીતવાની શક્યતા 55-60 ટકા વધુ છે. પ્રણય રોયે જણાવ્યું કે, તેમણે શરૂઆતમાં સામે આવેલા ઓપિનિય પોલને આધારે અનુમાન લગાવ્યું હતું કે, કોંગ્રેસ માટે સારી તક છે, પરંતુ સ્થાનિક લોકો સાથે વાતચીત કર્યા બાદ તેમની ધારણા બદલાઇ ગઇ છે.

પંજાબમાં કોંગ્રેસ, અકાલી દળ-ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે હરીફાઇ

પંજાબમાં કોંગ્રેસ, અકાલી દળ-ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે હરીફાઇ

પ્રણય રોય અનુસાર કોંગ્રેસના જીતવાની સંભાવના 20થી 35 ટકાની આસપાસ છે, જ્યારે કે અકાલી દળ-ભાજપ ગઠબંધનના જીતવાની શક્યતા માત્ર 5થી 10 ટકા છે. તેમના અનુસાર પ્રદેશમાં સૌથી મોટો મુદ્દો બેરોજગારીનો છે, આ સાથે જ બીજા ઘણા એવા મુદ્દા છે, જેનાથી લોકોને હેરાનગતિ થાય છે. અકાલી દળ અને કોંગ્રેસ બંન્ને પક્ષોની સરકાર તેમણે જોઇ લીધી છે, હવે તેઓ કોઇ નવાને તક આપવા માંગે છે.

અકાલી દળ રાજકારણીય પાર્ટીમાંથી બની વંશવાદી પાર્ટી

અકાલી દળ રાજકારણીય પાર્ટીમાંથી બની વંશવાદી પાર્ટી

બેરોજગારીની સાથે-સાથે નશાનો મુદ્દો પણ મુખ્ય છે. અકાલી દળ દસ વર્ષથી સત્તામાં છે, પરંતુ તેમની લોકપ્રિયતામાં ઘટાડો થવા પાછળનું મુખ્ય કારણ વંશવાદને માનવામાં આવી રહ્યું છે. તે રાજકારણીય પાર્ટીમાંથી વંશવાદી પાર્ટી બનતા તેને વધારે નુકસાન ભોગવવું પડ્યું છએ. પ્રણય રોય અનુસાર આમ આદમી પાર્ટી હિંદુ વિસ્તારોમાં નબળી પડે છે, જ્યારે કે શિખ વિસ્તારોમાં તે મજબૂત થઇ રહી છે.

11 માર્ચના રોજ પરિણામ

11 માર્ચના રોજ પરિણામ

2014ની લોકસભા ચૂંટણીમાં શિખ સીટો પર આમ આદમી પાર્ટીને 27 ટકા વોટ મળ્યા હતા, જ્યારે હિંદુ સીટો પર 19 ટકા વોટ મળ્યા હતા. 2014ના આંકડા પરથી કહી શકાય કે, આમ આદમી પાર્ટી દક્ષિણ પૂર્વમાં વધુ મજબૂત હતી, જ્યારે અકાલી દળની તાકાત હતી પશ્ચિમ. ભાજપ ઉત્તરમાં વધુ મજબૂત છે, જ્યારે કોંગ્રેસ દક્ષિણ પૂર્વ અને દક્ષિણ પશ્ચિમ વિસ્તારોમાં આગળ દેખાઇ રહી છે.

English summary
Punjab assembly election 2017: NDTV Prannoy Roy says AAP has maximum chance of winning.
Please Wait while comments are loading...