For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લૉકડાઉન લંબાવવાની ભલામણ સાથે પંજાબ CMએ PM મોદીને કરી વધુ એક માંગ

દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલબાદ હવે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પણ પ્રધાનમંત્રી મોદીને લૉકડાઉન લંબાવવાની ભલામણ કરી છે.

|
Google Oneindia Gujarati News

દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલબાદ હવે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પણ પ્રધાનમંત્રી મોદીને લૉકડાઉન લંબાવવાની ભલામણ કરી છે. પીએમ મોદી સાથે વીડિયો કૉન્ફરન્સિંગમાં પંજાબના સીએમે રાષ્ટ્રીય સ્તરે લૉકડાઉનને એક પખવાડિયા એટલે કે 15 દિવસ માટે લંબાવવાની ભલામણ કરી છે. આ ઉપરાંત તેમણે આરોગ્ય અને રાહત સંબંધી ઘણા ઉપાયો પણ સૂચવ્યા.
કેપ્ટન અમરિંદર સિંહે કહ્યુ કે સંક્રમણના કેસનો દર હજુ પણ અનિશ્ચિત છે અને દેશે આનો સામનો કરવા માટે લાંબી લડાઈ લડવાની છે.

Punjab

અન્ય દેશોની સ્થિતિને જોતા તેમણે લૉકડાઉન લંબાવવા પર જોર આપ્યુ. પંજાબના સીએમે આ બેઠકમાં જણાવ્યુ કે તેમણે રાજ્યમાં એક મે સુધી કર્ફ્યુ-લૉકડાઉનનો નિર્ણય આપ્યો છે. તેમણે પીએમ મોદીને જણાવ્યુ કે બોર્ડની પરીક્ષાઓ આગલા આદેશ સુધી ટાળી દેવામાં આવી છે.આ દરમિયાન તેમણે ઉદ્યોગ અને કૃષિ ક્ષેત્રે વિશે, છૂટ આપવાની પણ માંગ કરી. આ પહેલા દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલે પીએમ મોદી સામે ત્રણ મહત્વની વાતો રાખી. કોરોના સંકટ પર પીએમ મોદી સાથે વીડિયો કૉન્ફરન્સિંગ દરમિયાન દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ કે આખા દેશમાં લૉકડાઉન 30 એપ્રિલ સુધી લંબાવવામાં આવે. જો રાજ્યો પોતાના સ્તરે નિર્ણય લેશે તો એ એટલો અસરદાર નહિ હોય.

આ ઉપરાતં સીએમ કેજરીવાલે કહ્યુ કે જો લૉકડાઉનમાં કોઈ પણ રીતે રાહત આપવામાં આવે તો ટ્રાન્સપોર્ટ ના ખોલવામાં આવે. આ દરમાયન રેલવે, માર્ગ અને હવાઈ યાત્રાની અનુમતિ આપવામાં ન આવે. આ પહેલા સમીક્ષા બેઠક દરમિયાન પીમ મોદીએ કહ્યુ, હું 24x7 ઉપલબ્ધ છુ. પીએમ મોદીએ કહ્યુ કે કોઈ પણ મુખ્યમંત્રી કોઈ પણ સમયે કોરોના વાયરસ મુદ્દે મારી સાથે વાત કરી શકે છે અને પોતાના સૂચન આપી શકે છે. આપણે ખભેથી ખભા મિલાવીને કોરોના સામે લડવાનુ છે. આ બેઠક દરમિયાન આરોગ્ય મંત્રાલયે પણ સ્થિતિનુ વિવરણ રજૂ કર્યુ.

આ પણ વાંચોઃ લૉકડાઉન વિશે સીએમ કેજરીવાલે પીએમ મોદીને સામે રાખી આ 3 મહત્વની વાતોઆ પણ વાંચોઃ લૉકડાઉન વિશે સીએમ કેજરીવાલે પીએમ મોદીને સામે રાખી આ 3 મહત્વની વાતો

English summary
Punjab CM Capt Amarinder Singh suggests PM modi to extend national lockdown by at least a fortnight
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X