For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પંજાબના મોટા-મોટા ચહેરાઓના મોભા કામ ન આવ્યા, સિદ્ધુ, ચન્ની, કેપ્ટન અને બાદલ બધા પાછળ

પ્રારંભિક વલણમાં આમ આદમી પાર્ટીએ ક્લીન સ્વીપ કરી દીધુ.

|
Google Oneindia Gujarati News

ચંદીગઢઃ છેલ્લા દોઢ વર્ષથી ખેડૂત આંદોલન, મુખ્યમંત્રીની દખલઅંદાજી અને પછી ગુરુગ્રંથ સાહિબના અપમાનના સમાચારોને લઈને છવાયેલ રહેલ પંજાબ ચૂંટણી પાર કરી રહ્યુ છે. આજે અહીં વિધાનસભા ચૂંટણીના પરિણામ આવી રહ્યા છે. પ્રારંભિક વલણમાં આમ આદમી પાર્ટીએ ક્લીન સ્વીપ કરી દીધુ. જે પરિણામ આવી રહ્યા છે તેનાથી લાગી રહ્યુ છે કે ચન્ની કે કેપ્ટન કોઈ ચમત્કાર બતાવી શક્યુ નથી. બાદલ પણ કંઈ વરસાવી શકયા નથી. મુખ્યમંત્રીનુ સપનુ જોઈ રહેલ સિદ્ધુ પણ કોઈ કમાલ કરી શક્યા નથી. માત્ર માનનુ સમ્માન વધી રહ્યુ છે. ભગવંત સિંહ માન આપના સીએમ પદના ચહેરા...

AAP

છવાઈ ગયા ભગવંત માન

આજે 12 વાગવા પહેલા સુધી આમ આદમી પાર્ટી પંજાબની સત્તામાં પૂર્ણ બહુમતથી આવતા દેખાયા. કોંગ્રેસ, ભાજપ, અકાલી દળ કોઈ પાર્ટી તેમને ટક્કર આપી શકી નહિ. આપને સૌથી વધુ સીટો મળી, મોટી જીત મેળવવાનો ઈતિહાસ પણ રચી દીધો છે. 117 વિધાનસભા સીટોમાંથી 80માંથી વધુ સીટો પર તેમનો કબ્જો પાક્કો થઈ ગયો છે.

આ સાથે આમ આદમી પાર્ટીની ઑફિસોમાં ઉજવણી શરુ થઈ ગઈ છે. જણાવવામાં આવી રહ્યુ છે કે ભગવંત માનના ઘરની બહાર ઉજવણીનો માહોલ છે. સંગરુરના ડીસી ભગવંત માનને મળવા પહોંચ્યા છે. માનના ઘરની બહાર સમર્થકોની ભીડ છે. કાર્યકર્તાઓને થોડી વારમાં રાઘવ ચડ્ડા સંબોધિત કરશે.

દિગ્ગજોનો મોભો ખોવાઈ ગયો

પંજાબની જનતાએ આ વખતે મોટા-મોટા ચહેરાઓનો મોભો બેઅસર કરી દીધો છે. ચૂંટણી પહેલા સુધી સૌથી વધુ આગળ લાગતા સિદ્ધુ, કોંગ્રેસના નવા સીએમ ચરણજીત સિંહ ચન્ની, કેપ્ટન અમરિંદર સિંહ અને બાદલ ચહેરા...(બંને પિતા-પુત્ર) વલણોમાં પાછળ છે. પંજાબમાં પણ આમ આદમી પાર્ટીએ દિલ્લીની સફળતાનુ પુનરાવર્તન કર્યુ છે. વલણોમાં પાર્ટી બહુમતના આંકડાથી પાર નીકળી ગઈ છે. બીજા નંબર માટે કોંગ્રેસ અને અકાલી દળનો મુકાબલો થઈ રહ્યો છે.

English summary
Punjab election result: AAP's Bhagwant mann win, Congress, BJP, Akali dal loss
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X