For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પંજાબમાં કૃષિ બિલનો જોરદાર વિરોધ, ખેડૂતોના સમર્થનમાં આવ્યા નવજોત સિંહ સિદ્ધુ

પંજાબના પૂર્વ મંત્રી નવજોત સિંહ સિદ્ધુ ગયા રવિવારે રાજ્યસભામાં પાસ થયેલા કૃષિ બિલ માટે મેદાનમાં ઉતરી આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ લગભગ એક વર્ષથી ખેડૂતો સહિત અન્ય મુદ્દાઓ પર મૌન ધારણ કરનાર પંજાબના પૂર્વ મંત્રી નવજોત સિંહ સિદ્ધુ ગયા રવિવારે રાજ્યસભામાં પાસ થયેલા કૃષિ બિલ માટે મેદાનમાં ઉતરી આવ્યા છે. કૃષિ બિલના વિરોધમાં સિદ્ધુ આજે(બુધવારે) અમૃતસરના હાલ ગેટ પર ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. પૂર્વ મંત્રી નવજોત સિંહ સિદ્ધુ, અમૃતસર ઈસ્ટના કાઉન્સિલર્સ અને અમૃતસર ઈસ્ટના કાર્યકર્તાઓ સાથે ભંડારી પુલના હાલ ગેટ સુધી માર્ચ પણ કાઢી.

navjot singh sidhu

તમને જણાવી દઈએ કે પંજાબ સરકારમાં કેબિનેટ મંત્રી પદ છોડ્યા બાદ આવુ પહેલી વાર છે જ્યારે તે કોઈ મુદ્દે ખુલીને કેન્દ્રનો વિરોધ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણી બાદ કેપ્ટનના મંત્રીમંડળથી સિદ્ધુએ રાજીનામુ આપી દીધુ હતુ ત્યારથી તે બહુ ઓછા જ રાજનીતિમાં સક્રિય દેખાયા. આ પહેલા સિદ્ધુએ ટ્વિટ દ્વારા પણ કૃષિ બિલોને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ હતુ. તેમણે પોતાના ચિર-પરિચિત અંદાજમાં લખ્યુ, 'સરકારો તમામ ઉમર આ જ ભૂલ કરતી રહી, ધૂળ તેમના ચહેરા પર હતી, આઈનો સાફ કરતી રહી.'

એક અન્ય ટ્વિટમાં સિદ્ધુએ કહ્યુ, ખેડૂત પંજાબની આત્મા છે.. શરીરના ઘા ઠીક થઈ શકે છે પરંતુ આત્માના ઘા ઠીક નથી થઈ શકતા. તેમણે આમાં આગળ લખ્યુ અમારા અસ્તિત્વ પર હુમલો સહન નહિ થાય. યુદ્ધનુ બ્યુગલ વગાડીને ક્રાંતિને જીવવાનુ કામ કરો.. પંજાબ, પંજાબી અને દરેક પંજાબી ખેડૂત સાથે છે.. તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર દ્વારા લગાવવામાં આવેલ કૃષિ સાથે જોડાયેલ બિલોનો પંજાબમાં ઘણો વિરોધ થઈ રહ્યો છે. ખેડૂતો અને વેપારીઓને આનાથી એપીએમસી મંડીઓ સમાપ્ત થવાની શંકા છે. આ જ કારણ છે કે રાજ્યના મુખ્ય રાજકીય દળોએ કૃષિ બિલોનો વિરોધ કર્યો છે. એટલુ જ નહિ અકાલી દળના નેતા કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલે કૃષિ સાથે જોડાયેલ બિલોનો વિરોધ કરીને મોદી મંત્રીમંડળમાંથી રાજીનામુ પણ આપી દીધુ છે.

અનુરાગ કશ્યપે કર્યુ હતુ બાળકનુ શોષણ? કંગનાએ વીડિયો શેર કરી લગાવ્યો આરોપઅનુરાગ કશ્યપે કર્યુ હતુ બાળકનુ શોષણ? કંગનાએ વીડિયો શેર કરી લગાવ્યો આરોપ

English summary
Punjab: Opposing agriculture bill Navjot Singh Sidhu supports farmers in protest.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X