For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પંજાબ યુનિવર્સિટી કેન્દ્ર સરકારને નહીં સોંપીએ-પંજાબ સરકાર

હાલ દિલ્હીમાં વધી રહેલા પ્રદુષણને લઈને કેન્દ્ર સરકાર અને પંજાબ સરકાર આમને સામને છે.

By Desk
|
Google Oneindia Gujarati News

હાલ દિલ્હીમાં વધી રહેલા પ્રદુષણને લઈને કેન્દ્ર સરકાર અને પંજાબ સરકાર આમને સામને છે. કેન્દ્ર સરકાર પદુષણ માટે પંજાબના ખેડૂતોને જવાબદાર માની રહી છે તો બીજી તરફ પંજાબ સરકાર આરોપ લગાવી રહી છે કે કેન્દ્ર સરકાર પંજાબના ખેડૂતોને બદનામ કરી રહી છે.

Punjab University

આ મુદ્દે વાત કરતા પંજાબના મંત્રી ગુરમીત સિંહ મીત હેયરે કહ્યું કે, પંજાબમાં વાર્ષિક 200 લાખ ટન પરાળી નીકળે છે. આનો નિકાલ સરળ નથી. સરકારે પરાળી મેનેજમેન્ટ પ્લાન્ટ સ્થાપ્યો છે અને ખેડૂતોને પ્રતિ એકર 500 રૂપિયા પણ આપી રહી છે. એપ દ્વારા ખેડૂતોને મશીનો પણ આપવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત, અમે પંજાબ યુનિવર્સિટીને 60% હિસ્સો આપવા તૈયાર છીએ પરંતુ તેને કોઈપણ સંજોગોમાં કેન્દ્ર સરકારને સોંપીશું નહીં.

તેમણે આગળ કહ્યું કે, પંજાબમાં આ પહેલા ક્યારેય આવી સરકાર બની નથી, જેના મંત્રીઓ પહેલા છ મહિનામાં મેદાનમાં ગયા હોય અને લોકોને મળ્યા હોય અને તેમની વાત સાંભળી હોય. અમારી સરકાર આવતા જ કામ કરવા લાગી છે. અમારા મંત્રીઓ લોકો વચ્ચે જઈ તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવી રહ્યા છે. સ્થળ પર જ અનેક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. અમારી સરકારે 183 સેવાઓ ઓનલાઈન કરી છે, જેથી લોકોને વારંવાર ઓફિસોમાં જવું ન પડે. વિવિધ પ્રમાણપત્રો વોટ્સએપ પર ઉપલબ્ધ થઈ જશે.

તેઓએ આગળ કહ્યું કે, અગાઉની સરકારોમાં શિક્ષકો 18-18 વર્ષથી કામ કરતા હતા, તેઓને અમારી સરકારે કાયમી કર્યા છે. સરકાર રાજ્યમાં 2600 કરોડનું રોકાણ લાવવામાં સફળ રહી છે, જેનાથી રોજગારીની તકો વધશે.

અહીં તેઓએ કહ્યું કે, પંજાબ યુનિવર્સિટી પંજાબની વિરાસત છે, જે પંજાબના ગામડાઓને બરબાદ કરીને બનાવવામાં આવી છે. યુનિવર્સિટી શરૂ કરવામાં આવી ત્યારે તેમાં પંજાબ, હરિયાણા, હિમાચલ અને ચંદીગઢના શેર હતા. બાદમાં હરિયાણા અને હિમાચલ તેમાંથી બહાર નીકળી ગયા. પંજાબ 60% હિસ્સો આપવા તૈયાર છે. પરંતુ અમે તેને કોઈપણ સંજોગોમાં કેન્દ્રને સોંપીશું નહીં.

English summary
Punjab University should not be handed over to the central government-Punjab Govt
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X