વીકએન્ડમાં પણ પંજાબનો શિક્ષણ વિભાગ ચાલુ રહેશે, સરકારે આદેશ કર્યા

પંજાબમાં ભગવંત માન સરકાર શિક્ષણ ક્ષેત્રે એક પછી એક સુધારા કરી રહી છે ત્યારે હવે સરકારે એક મોટો આદેશ કર્યો છે. પંજાબમાં શિક્ષણ વિભાગને વીકએન્ડમાં પણ ચાલુ રાખવા માટે આદેશ કરાયા છે.

પંજાબ શિક્ષણ વિભાગે તેના નવા આદેશમાં કામકાજના દિવસો અંગે મહત્વની માહિતી આપી છે. શિક્ષણ વિભાગે જણાવ્યુ કે, 5મી સપ્ટેમ્બરે યોજાનાર રાજ્ય શિક્ષક પુરસ્કારની તૈયારીઓ પૂર્ણ કરવા શિક્ષણ વિભાગની કચેરીઓ સામાન્ય દિવસોની જેમ 2 અને 3 સપ્ટેમ્બર એટલે કે શનિવાર અને રવિવારે પણ ચાલુ રહેશે.

bhagwant maan 01

શનિવાર અને રવિવારે સરકારી અને મોટાભાગની ખાનગી કચેરીઓમાં રજા હોય છે, પરંતુ આ વખતે શિક્ષણ વિભાગના કર્મચારીઓએ ઓફિસ આવવાનું રહે છે.

જણાવી દઈએ કે, આ વખતે શિક્ષક દિવસે ભારત સરકાર દેશભરના 50 શિક્ષકોને રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવા જઈ રહી છે. 5 સપ્ટેમ્બરે શિક્ષક દિન નિમિત્તે દેશભરના શિક્ષકોને રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવે છે.

આ શિક્ષકોના ઉત્કૃષ્ટ યોગદાનથી અનેક વિદ્યાર્થીઓનું ભવિષ્ય બદલાયુ છે. આ વખતે ભારત સરકાર દ્વારા આપવામાં આવતા રાષ્ટ્રીય પુરસ્કાર માટે લુધિયાણાના એક શિક્ષકનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમને ભારત સરકાર રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X