For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાડિયા ટેપ કેસમાં સીબીઆઇએ કરી 4ની મુદ્દાની તપાસ

|
Google Oneindia Gujarati News

radia-tapes-cbi-registers-four-enquiries-10-more-soon
નવી દિલ્હી, 23 ઓક્ટોબર : વિવિધ હાઇપ્રોફાઇલ મહાનુભાવ સાથે કોર્પોરેટ લોબિસ્ટ નીરા રાડિયાની ટેપ કેસમાં કરાયેલી વાતચીત સંબંધી સીબીઆઇએ ચાર મુદ્દાની મંગળવારે તપાસ શરૂ કરી દીધી હતી. સંબંધિત 14 કેસમાં અલગ અલગ પ્રિલિમિનરી ઇન્ક્વાઇરી (પીઇ)ના એક ભાગરૂપે આ તપાસનો પ્રારંભ થઈ ગયો છે.

સીબીઆઇનાં વર્તુળોએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટની સૂચનાને અનુસરીને આ મુદ્દાઓને આવરી લઈને એજન્સીએ ચાર પીઇ રજિસ્ટર કરાવી છે. જ્યારે બાકીની 10 ઇન્ક્વાઇરી કે પીઇ અંગેની પ્રક્રિયા ટૂંક સમયમાં જ શરૂ કરવામાં આવશે.

પ્રાપ્ત માહિતી અનુસાર ટ્રાઇના માજી વડા પ્રદીપ બૈજલ સાથે રાડિયાની વાતચીત અંગે એજન્સીએ પીઇ રજિસ્ટર કરાવી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીની કહેવાતી તરફેણ માટે તેમની પાઇપલાઇન એડવાઇઝરી કમિટીના અધ્યક્ષપદે નિમણૂક સંબંધી થયેલી વાતચીતની ટેપનો મુદ્દો આમાં છે.

તપાસમાં એજન્સીએ બૈજલ અને રાડિયાનાં નામ આપ્યાં છે. રાડિયા તથા તેની કંપની વૈષ્ણવી અને ભેલના અજાણ્યા અધિકારીઓ સામે પણ એજન્સી દ્વારા પીઇ રજિસ્ટર કરવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટની નિગરાની હેઠળ સીબીઆઇ દ્વારા થનારી આ તપાસને અનિલ અંબાણીની આગેવાની હેઠળના રિલાયન્સ જૂથે આવકારી છે.

વૈષ્ણવીના તત્કાલીન સીઇઓ વિશાલ મહેતા અને ડોટના અજાણ્યા અધિકારીઓ તથા યુનિટેકના અજાણ્યા અધિકારીઓ સામે પણ યુનિટેકને સ્પેક્ટ્રમ મંજૂર કરવા સંબંધમાં એજન્સીએ તપાસ શરૂ કરી છે.

English summary
Radia Tapes: CBI registers four enquiries, 10 more soon
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X