For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજે ઔપચારિક રીતે ભારતીય સેનામાં સામેલ થશે લડાકૂ વિમાન રાફેલ

આજે ઔપચારિક રીતે ભારતીય સેનામાં સામેલ થશે લડાકૂ વિમાન રાફેલ

|
Google Oneindia Gujarati News

અંબાલાઃ ભારત પર ખરાબ નજર રાખનારાઓની હવે ખેર નથી. જી હાં, દેશનું મહાબલી ફાઈટર જેટ રાફેલ આજે ઔપચારિક રૂપે ભારતીય વાયુસેનાની 17મી સ્ક્વાડ્રન "ગોલ્ડન એરો" નો ભાગ બનશે. સવારે 10 વાગ્યેથી થનાર આ કાર્યક્રમમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ, ફ્રાંસના રક્ષામંત્રી ફ્લોરેંસ પાર્લી, સીડીએસ જનરલ વિપિન રાવત અને એર ચીફ માર્શકલ આરકેએસ ભદોરિયા ઉપસ્થિત રહેશે.

rafale

જણાવી દઈએ કે પાંચ રાફેલની પહેલી બેચ અંબાલા એરફોર્સ સ્ટેશને 29 જુલાઈના રોજ પહોંચ્યું હતું. આ પાંચ રાફેલમાં ત્રણ સિંગલ અને બે ડબલ સીટર જેટ સામેલ છે. રાફેલની પહેલી સ્ક્વાડ્રન અંબાલા એર બેસથી સંચાલિત થશે. કેમ કે અહીંથી પાકિસ્તાન અને ચીન પર ગણતરીની મીનિટોમાં જ પ્રહાર કરી શકાય છે. જણાવી દઈએ કે પોતાની એવિયૉનિક્સ, રડાર અને હથિયાર પ્રણાલીઓ સાથે રાફેલ દક્ષિણ એશિયામાં સૌથી શક્તિશાળી વિમાન છે. જો કે આ લડાકૂ વિમાન અગાઉ લદ્દાખ અને હિમાચલના પહાડી ક્ષેત્રોમાં ઉડાણ ભરી ચૂક્યા છે.

જણાવામાં આવી રહ્યું છે કે અંબાલા એરફોર્સ સ્ટેશને 10 સપ્ટેમ્બરે થનાર સમારોહ માટે રાફેલ જેટના સિલેક્ટેડ પાયલટ કેટલાય દિવસોથી પાંચેય રાફેલ સાથે જોરદાર અભ્યાસ કરી રહ્યા છે. તેના અભ્યાસ દરમ્યાન આખું આકાશ ધ્રૂજી રહ્યું છે. ધ્વનિથી પણ તેજ ગતિથી ઉડતા રાફેલ જેટ અકદમ ખામોશીથી આવે છે અને જોરદાર ગર્જના સાથે એક જ પળમાં ગાયબ થઈ જાય છે.

રાફેલનો પરીચય

વર્ષ 2016માં ભારત સરકારે ફ્રાંસ પાસેથી 59000 કરોડ રૂપિયામાં 36 રાફેલ ખરીદવાનો ફેસલો કર્યો હતો. રાફેલ 4.5 જનરેશનના દુનિયાના શ્રેષ્ઠ લડાકૂ વિમાનોમાં એક છે. આ બે એન્જીન વાળા મલ્ટી રોલ એરક્રાફ્ટ છે. આ એક એવું એરક્રાફ્ટ છે જે એક જ ઉડાણમાં કેટલાય મિશનને અંજામ આપી શકે છે. જેમાં મેટેઓર મિસાઈલ લાગેલી છે. જે 150 કિમી સુધી હવાથી હવામાં પ્રહાર કરતી દુનિયાની સૌથી ઘાતક મિસાઈલમાંથી એક છે.

આમાં સ્કેલ મિસાઈલ પણ લાગેલી છે જે હવાથી જમીન પર પ્રહાર કરવા માટે છે. આ 300 કિમી સુધી દુશ્મનના ઘરમાં ઘૂસી વાર કરવામાં સક્ષમ છે. ત્રીજી મિસાઈલ મીકા છે, જે હવાથી હવામાં પ્રહાર કરે છે. જેની રેન્જ 80 કિમી છે. સાથે જ તેમાં ખતરનાક હૈમર મિસાઈલ પણ છે જે હવાથી જમીન પર 60 કિમી સુધી હુમલો કરી શકે છે. રાફેલની ગતિ 2130 પ્રતિ કલાક છે. આ રડારને ચમકાવી દેવામાં માહેર છે. આ દૂરથી જ દુશ્મન પર બાજની જેમ નજર રાખી શકે છે. એક મિનિટમાં 60 હજાર ફીટની ઉંચાઈ સુધી જઈ શકે છે. આ 24500 કિલો સુધીનું વજન લઈ જવામાં સક્ષમ છે. જે પરમાણુ હુમલો પણ કરી શકે છે. રાફેલ ચીનના જે20 અને પાકિસ્તાનના એફ60 થી ક્યાંય આગળ છે.

જાણો JEE મેન પરીક્ષાનું પરિણામ ક્યારે જાહેર થશે, શિક્ષણમંત્રીએ જણાવ્યુંજાણો JEE મેન પરીક્ષાનું પરિણામ ક્યારે જાહેર થશે, શિક્ષણમંત્રીએ જણાવ્યું

English summary
Rafale fighter jet will formally join the Indian air force today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X