For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

7000 કિમીની ઉડાણ ભરી કાલે ભારત આવી રહ્યાં છે Rafale Jets, જાણો આખુ શિડ્યૂઅલ

7000 કિમીની ઉડાણ ભરી કાલે ભારત આવી રહ્યાં છે Rafale Jets, જાણો આખુ શિડ્યૂઅલ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ બહુચર્ચિત રાફેલ ડીલ અંતર્ગત ફ્રાંસથી ભારતને મળતા રાફેલ ફાઇટર જેટ્સના પહેલા પાંચ લડાકૂ વિમાને ભારત આવવા માટે ઉડાણ ભરી દીધી હતી. બુધવારે આ વિમાન હરિયાણાના અંબાલા એરફોર્સ સ્ટેશને પહોંચશે. આગલા મહિને વાયુસેનામાં આ ફાઇટર જેટ્સનું ઇંડક્શન કરાશે. એટલે કે આગલા મહિને આ ફાઇટર જેટ્સ ઔપચારિક રૂપે ભારતીય વાયુ સેનામાં સામેલ થઇ જશે.

રાફેલ ડીલ ક્યારે અને કેટલામાં થઇ?

રાફેલ ડીલ ક્યારે અને કેટલામાં થઇ?

જણાવી દઇએ કે બંને દેશ વચ્ચે 2016માં 59000 કરોડની રાફેલ ડીલ થઇ હતી, જે અંતર્ગત ભારતે ફ્રાંસ પાસેથી 36 રાફેલ ફાઇટર ખરીદ્યા હતા. આ ફાઇટર જેટ્સને ફ્રેંચ એવિએશન કંપની દર્સોએ બનાવ્યા છે. જેમાનાં પહેલાં પાંચ વિમાન આવતી કાલે એટલે કે બુધવારે 29 જુલાઇએ ભારત પહોંચી જશે.

રાફેલ જેટ્સનું શિડ્યૂલ

રાફેલ જેટ્સનું શિડ્યૂલ

આ રાફેલ જેટ સોમવારે સાઉથ ફ્રાંસના બોર્ડૂ સ્થિત મેરિંગ્યા એરબેસથી ભારત માટે ઉડ્યાં. આ વિમાનો 7000 કિમીનો સફર ખેડશે. આ દરમિયાન ફાઇટર જેટ્સને સંયુક્ત અરબ અમીરાત (UAE)માં ફ્રાંસના એક એરબેસ પર ઉતારવામાં આવશે. 7000 કિમીની આ ઉડાણ દરમિયાન એર ટૂ એર રિફ્યૂલિંગ થશે, એટલે કે હવામાં જ ઈંધણ ભરવામાં આવશે.

રાફેલ જેટ્સ સાત કલાકથી વધુની ઉડાણ બાદ સોમવારે રાતે UAEમાં ફ્રાંસના અલ ધાફરા એરબેસ પર ઉતર્યાં હતાં. અહીંથી જેટ્સ ફરી ભારત માટે ઉડાણ ભરશે. આ એરક્રાફ્ટે બુધવારે અંબાલાના એરફોર્સ સટેશન પર પહોંચવાનું છે.

2021 સુધીમાં બધા જેટ આવી જશે

2021 સુધીમાં બધા જેટ આવી જશે

જણાવી દઇએ કે ભારતીય વાયુસેનાના 12 પાયલટ અને એન્જીનિયરિંગ ક્રૂ મેમ્બરોને આ ફાઇટર જેટ માટે સંપૂર્ણપણે ટ્રેનિંગ આપવામાં આવી છે. દર્સોએ મેન્યુફેક્ચરિંગ બાદ આ ફાઇટર જેટ્સ ભારતને સોંપી દીધાં હતાં પરંતુ જેટ્સને ફ્રાંસમાં પાયલટ્સ અને ટેક્નીશિયન્સની ટ્રેનિંગ માટે હાલ ત્યાં જ રાખવામાં આવ્યાં હતાં. પાછલા વર્ષે ઓક્ટોબરમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ ફ્રાંસના ત્રણ દિવસીય પ્રવાસે ગયા હતા, જ્યાં દર્સો એવિએશનની ફેસિલિટીમાં તેમણે પૂજા કરી હતી અને પછી એક જેટમાં બેઠા હતા.

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે મોરારી બાપુ 5 કરોડનું દાન આપશેઅયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે મોરારી બાપુ 5 કરોડનું દાન આપશે

English summary
rafale jets to complete journey of 7000 km by tomorrow, ambala airbase ready to welcome
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X