ઝારખંડ: રઘુવર દાસે મુખ્યમંત્રી પદના શપથ લીધા
રાંચી, 28 ડિસેમ્બર: ભારતીય જનતા પાર્ટીના નેતા રઘુવર દાસે રવિવારે ઝારખંડના નવા મુખ્યમંત્રીના રૂપમાં શપથ લીધા. પરંતુ ઐતિહાસિક પળોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગહમંત્રી રાજનાથી સિંહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે હાજરી આપી નહીં.
નરેન્દ્ર મોદીએ આ અંગે ટ્વિટર પર લખ્યું કે 'હું રઘુવર દાસને ઝારખંડના મુખ્યમંત્રીના રૂપમાં શપથ લેવા બદલ શુભેચ્છા પાઠવું છું. હું શપથ ગ્રહણ સમારંભમાં ભાગ લઇને ઝારખંડની યાત્રા કરવાનો હતો, પરંતુ ખરાબ હવામાનના કારણે હું ત્યાં આવી શક્ય નહીં.'
I would like to congratulate Shri Raghubar Das on taking over as Jharkhand CM & convey my best wishes to him.
— Narendra Modi (@narendramodi) December 28, 2014 Was to travel to Jharkhand to attend the oath taking ceremony of Shri Raghubar Das but am unable to do so due to weather conditions.
— Narendra Modi (@narendramodi) December 28, 2014 રાષ્ટ્રીય રાજધાનીમાં રવિવારે હવામાનનો સૌથી ઠંડો દિવસ રહ્યો, જ્યારે સવારે ન્યૂનતમ તાપમાન 2.6 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું છે. કોહરાના કારણે દશ્યતા 50 મીટરની નીચે પહોંચી ગઇ છે. મોદીએ જણાવ્યું કે ઝારખંડની જનતાએ સ્થિરતા માટે મતદાન કર્યું છે. તેમણે જણાવ્યું કે 'હું તેમને શુભેચ્છા આપુ છું કે આવનાર વર્ષોમાં ઝારખંડ સફળતાની નવી ઊંચાઇઓ સર કરશે, તેના માટે શુભેચ્છા પાઠવું છું.'

નોંધનીય છે કે ઝારખંડની 81 સભ્યોવાળી વિધાનસભામાં ભાજપ તથા ગઠબંધન પાર્ટી ઓલ ઝારખંડ સ્ટૂડેંટ યૂનિયનને બહુમતી હાસિલ થઇ છે. ભાજપાએ 37 બેઠકો, જ્યારે એજેસીએ પાંચ બેઠકો જીતી છે.












Click it and Unblock the Notifications
