For Quick Alerts
For Daily Alerts
ઝારખંડ : રઘુબર દાસે લીધા મુખ્યમંત્રી પદના શપથ, ન પહોંચી શક્યાં મોદી
રાંચી, 28 ડિસેમ્બર : ભારતીય જનતા પક્ષ એટલે કે ભાજપ નેતા રઘુબર દાસે રવિવારે ઝારખંડના નવા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યાં, પરંતુ આ ઐતિહાસિક ક્ષણમાં ઠંડી વિક્ષેપ બની રહી. ઠંડીના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ પ્રમુખ અમિત શાહ તથા ગૃહ મંત્રી રાજનાથ સિંહ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી ન બની શક્યાં.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોકે આ કાર્યક્રમથી પોતાની જાતને હૃદયથી દૂર ન રાખી શક્યાં. મોદીએ ટ્વિટર પર લખ્યું - હું રઘુબર દાસને ઝારખંડના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવુ છું અને તેમને શુભેચ્છા આપુ છું. હું શપથ ગ્રહણ સમારંભમાં હાજરી આપવા ઝારખંડ આવવાનો હતો, પરંતુ ખરાબ મોસમના પગલે ત્યાં પહોંચી ન શક્યો. I would like to congratulate Shri Raghubar Das on taking over as Jharkhand CM & convey my best wishes to him.
— Narendra Modi (@narendramodi) December 28, 2014
પાટનગર નવી દિલ્હી ખાતે રવિવારે મોસમનો સૌથી ઠંડો દિવસ રહ્યો. સવારનું લઘુત્તમ તાપમાન 2.6 ડિગ્રી નોંધાયું. ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી 50 મીટરથી નીચે પહોંચી ગઈ. મોદીએ જણાવ્યું કે ઝારખંડની પ્રજાએ સ્થિરતા માટે મતદાન કર્યું છે. મોદીએ જણાવ્યું - હું તેમને અભિનંદન પાઠવુ છું અને આવનાર વર્ષોમાં ઝારખંડ સફળતાની નવી ઉંચાઇઓ સર કરે, તેવી શુભેચ્છા પાઠવુ છું.
Was to travel to Jharkhand to attend the oath taking ceremony of Shri Raghubar Das but am unable to do so due to weather conditions.
— Narendra Modi (@narendramodi) December 28, 2014
નોંધનીય છે કે મુખ્યમંત્રી રઘુબર દાસ એવા પહેલા બિનઆદિવીસ સમુદાયની વ્યક્તિ છે કે જેઓ રાજ્યના મુખ્યમંત્રી બન્યાં છે. જમશેદપુર પૂર્વ મત વિસ્તારમાંથી પાંચમી વખત ધારાસભ્ય તરીકે ચુંટાયેલા રઘુબર દાસ (60) ઝારખંડના દસમા મુખ્યમંત્રી બન્યાં છે. તેમની સાથે ચાર મંત્રીઓએ પણ શપથ લીધાં.
ઝારખંડ વિધાનસભાની 81 બેઠકો માટે તાજેતરમાં જ યોજાયેલ ચૂંટણીમાં ભાજપ અને તેની યુતિની પાર્ટી ઑલ ઝારખંડ સ્ટુડન્ટ યૂનિયન એટલે કે આજસૂને બહુમતી હાસલ થઈ છે. ભાજપને 37 બેઠકો, જ્યારે આજસૂને પાંચ બેઠકો હાસલ થઈ છે.