For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલની પાઠશાળામાં પાર્ટી પ્રવક્તાઓને મળ્યો મંત્ર!

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 22 જુલાઇ : લોકસભા ચૂંટણી નજીક આવવાની સાથે સાથે કોંગ્રેસ અને બીજેપીમાં તૈયારીઓનો દૌર તેની ચરમસીમા પર છે. બીજેપીએ જણાવ્યું કે જ્યાં કેટલાંક દિવસો પહેલા નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ચૂંટણી પ્રચાર અભિયાનની ટીમનું એલાન કરી દીધું. જવાબમાં હવે કોંગ્રેસ પણ મોદી પર હુમલાને પગલે સક્રિય થઇ ગઇ છે.

કોંગ્રેસ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સામે રાજનીતિ તૈયાર કરવામાં લાગેલી છે. આ અંતર્ગત આજે દિલ્હીમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ પ્રવક્તાઓની બેઠક થઇ રહી છે. કોંગ્રેસે દેશભરના લગભગ 100થી વધારે પ્રવક્તાઓને આ બેઠકમાં બોલાવ્યા છે. આ વર્કશોપ બે દિવસ ચાલશે.

પહેલા દિવસે વર્કશોપમાં પ્રવક્તાઓને સંબોધન કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે આપણે કોંગ્રેસની સાચી તસવીર રજૂ કરવી પડશે. વિપક્ષના હુમલાઓનો મુકાબલો કરવો પડશે. એક અવાજમાં વાત કરવી પડશે. એક મજબૂત દેશનું નિર્માણ કરવું પડશે.

કોંગ્રેસ મીડિયા કોન્ક્લેવમાં આ વાત પર પણ વિચાર કરવામાં આવશે કે આખરે ચૂંટણી પ્રચારમાં સોશિયલ નેટવર્કિંગ સાઇટનો ઉપયોદ કેવી રીતે કરવામાં આવે. ફેસબુક અને ટ્વિટરના ઉપયોગ પર ખાસ ભાર આપવામાં આવશે. બીજેપી આ મામલામાં કોંગ્રેસ પર ભારે દેખાઇ રહી છે.

rahul gandhi

સીપીઆઇએ ઉઠાવ્યા સવાલ:
જ્યારે બીજેપી-કોંગ્રેસમાં ચાલી રહેલા આ પ્રચાર અભિયાન પર સીપીઆઇ નેતા અતુલ અંજાને સવાલ ઉઠાવ્યો છે કે અંજાને જણાવ્યું કે ચૂંટણી આવ્યા પહેલા દરેક પ્રકારની કવાયત શરૂ કરવામાં આવે છે, જાહેરાતોનો દૌર ચાલી રહ્યો છે. ભાજપા, કોંગ્રેસની જ્યાં-જ્યાં સરકાર છે, તે સરકારી નાણાંનો ઉપયોગ કરીને નાનીનાની વાતો પર જાહેરાત કરવામાં આવી રહી છે. મીડિયાને પોતાની તરફ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ શાસિત રાજસ્થાનમાં ફાઇવસ્ટાર હોટલમાં મુખ્યમંત્રી કાર્યક્રમ કરે છે. નવી નવી પદ્ધતિઓ અપનાવવામાં આવી રહી છે, આ મુદ્દે ચૂંટણી પંચે સુઓમોટો લઇ લેવું જોઇએ.

English summary
The two-day media workshop of Congress began today with Rahul Gandhi emphasising on the need to tone up the party's communication strategy and to institutionalise a framework for it in all states ahead of the Lok Sabha elections.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X