Vote Chori : રાહુલ ગાંધીના ચૂંટણી પંચ પર ગંભીર આરોપો, ભાજપ ચૂંટણી પંચના બચાવમાં ઉતર્યુ
Vote Chori : સંસદમાં હાલમાં દેશની લોકશાહીના પાયા સમાન સિદ્ધાંત વન મેન, વન વોટ પર ભારે રાજકીય ઘમસાણ ચાલી રહ્યું છે. લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ફરી એકવાર ચૂંટણી પંચ પર ગંભીર આરોપો લગાવ્યા છે.
તેમણે દાવો કર્યો છે કે મતદાર યાદીમાં રાષ્ટ્રીય સ્તરે મોટા પાયે ગેરરીતિઓ આચરાઈ રહી છે અને હવે તેમની પાસે તેના પુરાવા પણ છે.

રાહુલ ગાંધીએ સંસદમાં કહ્યું કે ભારતીય બંધારણનો આધાર એક વ્યક્તિ, એક મતનો સિદ્ધાંત છે અને આ વ્યવસ્થા જાળવી રાખવી એ ચૂંટણી પંચની બંધારણીય ફરજ છે. જો કે, તેમના મતે પંચ આ જવાબદારી યોગ્ય રીતે નિભાવી રહ્યું નથી.
તેમણે આક્ષેપ કર્યો કે મતદાર યાદીમાં ગોટાળા માત્ર અમુક જગ્યાએ જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં એક સુનિયોજિત યોજના હેઠળ થઈ રહ્યા છે, જે લોકશાહી માટે એક ગંભીર ખતરો છે.
રાહુલ ગાંધીના આક્ષેપો સામે ચૂંટણી પંચના બચાવમાં બીજેપી ઉતરી છે. બીજેપીના આ સવાલોએ ઘણા સવાલ ઉભા કર્યા છે ભાજપના સાંસદ મનોજ તિવારીએ કોંગ્રેસને ભ્રમ ફેલાવવાની દુકાન ગણાવી.
સંસદમાં આ મુદ્દે કોંગ્રેસ અને વિપક્ષી દળોએ ચૂંટણી પંચની ભૂમિકા પર પ્રશ્નો ઉઠાવ્યા, જ્યારે સત્તાધારી પક્ષે તેને વિપક્ષનો ખોટો પ્રચાર ગણાવ્યો. આવનારા સમયમાં આ વિવાદ વધુ ઉગ્ર બને તેવી શક્યતા છે, કારણ કે બંને પક્ષો પોતપોતાના દાવાને સાબિત કરવા માટે નવા તથ્યો અને દલીલો રજૂ કરી શકે છે.












Click it and Unblock the Notifications
