મોદીજીની જૂનું તોડવાની રીત ફરીથી શરૂ થઇ ગઇ..

Written By:
Subscribe to Oneindia News

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી એ અમેઠીમાં ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે જનસભા સંબોધતા કહ્યું હતું કે, પહેલા ખેડૂતો સીધા પોતાનો માલ ફેક્ટરિઓમાં મોકલતા હતા, જેનાથી હજારો લોકોને રોજગાર મળતો હતો. પરંતુ મોદી સરકારે ફૂડ પાર્ક બનવા ન દીધો. અમેઠી અને રાયબરેલીમાં ફૂડ પાર્ક બનવાથી ઓછામાં ઓછા 10 હજાર લોકોને રોજગા મળતો હતો, ખેડૂતો સીધો પોતાનો માલ ફૂડ ફેક્ટરીમાં મોકલતા, પરંતુ નરેન્દ્ર મોદીએ ફૂડ પાર્ક તમારી પાસેથી છીનવી લીધો છે.

rahul gandhi

નરેન્દ્ર મોદીએ મારા વિશે ઘણી ખોટી વાતો કરી, પરંતુ મને એનાથી કોઇ ફરક નથી પડતો. પંરતુ મોદીજીના આ એક એક્શનથી મને ખૂબ દુઃખ થયું છે, તમારા હાથમાંથી મોદીજીએ ફૂડ પાર્ક છીનવી લીધું, એનાથી હું દુઃખી છું. દિલ્હીમાં જેવી અમારી સરકાર આવી અને ઉત્તર પ્રદેશમાં અમારી સરકાર આવી તો અમે ફૂડ પાર્ક બનાવવાનું કામ કરીશું.

અહીં વાંચો - યુપી વિધાનસભા ચૂંટણી 2017: ત્રીજા તબક્કામાં સરેરાશ 61.16% મતદાન

મોદીજીનું જૂનું તોડવાની રીત ફરીથી શરૂ થઇ ગઇ છે, તેમની ભાષા અને હાવભાવ બંન્ને બદલાઇ ચૂક્યા છે અને તેઓ તોડવાવાળા નિવેદનો કરી રહ્યાં છે. યુપીમાં અમારી સરકાર બન્યા બાદ અમે કાનપુર જઇશું અને યુવાઓને પૂછીશું કે તમે ફેક્ટરી ચલાવો છો અને તમને બેંક લોનની જરૂર છે, રસ્તાની જરૂર છે, અમે આ બધું કરીશું. અમે આ બધું કરીશું. તમે જો ઓછામાં ઓછા 100 લોકોને રોજગાર આપતા હોવ, એવામાં અમે બેંક લોન આપીને લોકોની મદદ કરીશું.

English summary
Rahul Gandhi address a rally in Amethi says Modi has snatched the food park. He says it painful when Modi hurt people.
Please Wait while comments are loading...