For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એમપીમાં કોંગ્રેસની સરકાર આવતા 10 દિવસમાં ખેડૂતોનું દેવુ માફઃ રાહુલ

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંદસૌર ગોળીકાંડની પહેલી વાર્ષિક પુણ્યતિથિ પર જીવ ગુમાવનાર ખેડૂતોને પુષ્પ અર્પણ કરીને શ્રધ્ધાંજલિ આપી. રાહુલ ગાંધીએ સભાને સંબોધિત કરતા શિવરાજ સરકાર પર પ્રહારો કર્યા.

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંદસૌર ગોળીકાંડની પહેલી વાર્ષિક પુણ્યતિથિ પર જીવ ગુમાવનાર ખેડૂતોને પુષ્પ અર્પણ કરીને શ્રધ્ધાંજલિ આપી. ત્યારબાદ મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લામાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક સભાને સંબોધિત કરી. તેમણે કહ્યુ કે ખેડૂતોની દરેક પીડામાં કોંગ્રેસ તેમની સાથે છે. આ દરમિયાન તેમણે જીવ ગુમાવનાર ખેડૂતોના પરિવારો સાથે પણ મુલાકાત કરી. રાહુલ ગાંધીએ સભાને સંબોધિત કરતા શિવરાજ સરકાર પર પ્રહારો કર્યા.

રાહુલ ગાંધીના સંબોધનની 10 મોટી વાતો

રાહુલ ગાંધીના સંબોધનની 10 મોટી વાતો

રાહુલ ગાંધીએ કહ્યુ કે ‘નીરવભાઈ' અને ‘મેહુલભાઈ' ને નરેન્દ્ર મોદીએ 30,000 કરોડ રૂપિયા આપ્યા. આટલા પૈસાથી મધ્યપ્રદેશમાં ખેડૂતોનું દેવુ બે વાર માફ કરી શકાય છે.

‘દસ દિવસની અંદર ખેડૂતોનું દેવુ માફ થશે'

‘દસ દિવસની અંદર ખેડૂતોનું દેવુ માફ થશે'

1. રાહુલ ગાંધીએ કહ્યુ કે મંદસૌર ગોળીકાંડના એક વર્ષ બાદ પણ તપાસ સમિતિનો રિપોર્ટ આવ્યો નથી. શહીદ ખેડૂતોના પરિવાર ન્યાયની રાહ જોઈ રહ્યા છે. પોતાના પરિવારને ગુમાવવાનું દુઃખ હું જાણુ છુ. આજે પીડિત પરિવારો સાથે થોડોક સમય પસાર કર્યા બાદ તેમનું દુઃખ વહેંચવાની કોશિશ કરી.
2. રાહુલ ગાંધીએ કહ્યુ કે અહીં જેવી કોંગ્રેસની સરકાર આવશે તેના 10 દિવસની અંદર ન્યાય મળશે અને જે લોકોએ ખેડૂતો પર ગોળીઓ ચલાવી છે તેમની સામે કાર્યવાહી કરીને બતાવીશુ.
3. રાહુલ ગાંધીએ એલાન કર્યુ કે જે દિવસે એમપીમાં કોંગ્રેસની સરકાર આવશે તેના દસ દિવસની અંદર ખેડૂતોનું બધુ દેવુ માફ થઈ જશે.
4. રાહુલ ગાંધીએ કહ્યુ કે સરકાર પાસે ખેડૂતો માટે સમય નથી. દેશના લાખો ખેડૂતોનું દેવુ માફ નથી થઈ રહ્યુ અને માત્ર અમીરો માટે બેંકના દરવાજા ખુલ્લા છે.

‘ખેડૂતો પોતાનો હક માંગી રહ્યા છે’

‘ખેડૂતો પોતાનો હક માંગી રહ્યા છે’

5. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યુ કે આખા દેશમાં આજે ખેડૂતો પોતાનો હક માંગી રહ્યા છે, આત્મહત્યા કરી રહ્યા છે. મોદીજીની સરકાર હોય કે શિવરાજજીની સરકાર હોય, આ સરકારોના દિલમાં ખેડૂતો માટે થોડી પણ જગ્યા નથી.
6. રાહુલ ગાંધીએ કહ્યુ કે માલિયા અને નીરવ મોદી માટે સરકાર પાસે પૈસા છે પરંતુ સરકાર ખેડૂતોનું દેવુ માફ નથી કરી શકતી.
7. રાહુલ ગાંધીએ કહ્યુ કે નરેન્દ્ર મોદીએ ખેડૂતો સાથે દગો કર્યો છે પરંતુ સૌથી મોટો દગો તેમણે દેશના યુવાનો સાથે કર્યો છે. તેમણે 15 લાખ રૂપિયા અને 2 કરોડ નોકરી આપવાનું વચન આપ્યુ હતુ.

‘શિવરાજ સરકારે યુવાનોનું ભવિષ્ય બરબાદ કરી દીધુ’

‘શિવરાજ સરકારે યુવાનોનું ભવિષ્ય બરબાદ કરી દીધુ’

8. રાહુલ ગાંધીએ કહ્યુ કે યુવાનો અને મહિલાઓને જ્યારે પણ કોઈ સમસ્યા હોય ત્યારે તમે કમલનાથ અને સિંધિયાને મળો.
9. તેમણે કહ્યુ કે જે સરકાર બનશે તેમાં કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાની જગ્યા પહેલી હશે.
10.રાહુલ ગાંધીએ પીએમ મોદી, શિવરાજ સિંહ ચૌહાણને ઘેરતા કહ્યુ કે ખેડૂતો સાથે શિવરાજ સરકારે અને નરેન્દ્ર મોદીએ કેવો વ્યવહાર કર્યો, કેવો દગો કર્યો. કેવી રીતે વ્યાપમમાં શિવરાજ સરકારે યુવાનોનું ભવિષ્ય બરબાદ કરી દીધુ.

English summary
rahul gandhi addressing rally in mandsaur madhya pradesh, attacks bjp
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X