For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શ્રમ કાનૂનમાં સંશોધન પર ભડક્યા રાહુલ ગાંધી, બોલ્યા- કોરોના મજૂરોના શોષણનું બહાનું ના હોય શકે

શ્રમ કાનૂનમાં સંશોધન પર ભડક્યા રાહુલ ગાંધી, બોલ્યા- કોરોના મજૂરોના શોષણનું બહાનું ના હોય શકે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ઉત્તર પ્રદેશ સહિત કેટલાય રાજ્ય સરકારોના શ્રમ કાનૂનોમાં થયેલ સંશોધન પર વાંધો જતાવ્યો છે. રાહુલે સવાલ ઉઠાવ્યો છે કે શું કોરોના અને અર્થવ્યવસ્થાની વાત કરી આપણે મજૂરોના બધા હક છીનવી લેવા માંગીએ ચીએ. કેરળના વાયનાડથી સાંસદ રાહુલે કહ્યું કે કોરોના વિરુદ્ધ આખો દેશ એકજૂટતાથી લડી રહ્યો છે પરંતુ મૂળભૂત સિદ્ધાંતોથી સમજૂતી નહી થાય.

કોરોના, માનવાધિકારોને કચડવાનું બહાનું નથી

કોરોના, માનવાધિકારોને કચડવાનું બહાનું નથી

સોમવારે બપોરે કરેલા પોતાના ટ્વીટમાં મજૂરોનો મુદ્દો ઉઠાવતા રાહુલ ગાંધીએ કહ્યું કે અનેક રાજ્યો દ્વારા શ્રમકાનૂનોમાં સંશોધન કરવામાં આવી રહ્યું છે. અમે કોરોના વિરુદ્ધ મળીને સંઘર્ષ કરી રહ્યા છીએ, પરંતુ આ માનવાધિકારોને કચડવા, અસુરક્ષિત કાર્યસ્થલોની મંજૂરી, શ્રમિકોના શોષણ અને તેમનો અવાજ દબાવવાનું બહાનું ના હોય શકે. આ મૂળભૂત સિદ્ધાંતો પર કોઈ સમજૂતી ના થઈ શકે.

કેટલાય રાજ્યોએ કાનૂન બદલી કાઢ્યા

કેટલાય રાજ્યોએ કાનૂન બદલી કાઢ્યા

ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ સહિત છ રાજ્યો અત્યાર સુધીમાં શ્રમ કાનૂનોમાં બદલાવ કરી ચૂક્યા છે. જેમાં મજૂરોને મળેલા અધિકારીઓ કચડવામાં આવ્યા છે. કામ દરમિયાન કેટલાય પ્રકારની સુરક્ષા જે તેમને કાનૂન તરીકે મળી હતી તે ખત્મ થઈ ગઈ. વિપક્ષના નેતા અને કેટલાય સંગઠન જ્યાં તેને મજૂરોને બાંધનાર કાનૂન તરીકે ગણાવી રહ્યા છે જ્યાં તેને મજૂરોને બાંધતા કાનૂન કહી રહ્યા છે જ્યારે સરકારનો તર્ક છે કે લૉકડાઉનને કારણે ઠપ થયેલ ઉદ્યોગ-ધંધાને પાટા પર લાવવા માટે આ કરવામાં આવ્યું છે.

આ નેતાઓએ પણ સવાલ ઉઠાવ્યા

આ નેતાઓએ પણ સવાલ ઉઠાવ્યા

શ્રમ કાનૂનોમાં સંશોધનને લઈ ઉત્તર પ્રદેશના પૂર્વ સીએમ અખિલેશ યાદવે કહ્યું કે ઉત્તર પ્રદેશની ભાજપ સરકારે એક અધ્યાદેશ દ્વારા મજૂરોના શોષણથી બચાવનાર શ્રમ કાનૂનના મોટાભાગના પ્રાવધાનોને 3 વર્ષ માટે સ્થગિત કરી દીધા છે. આ બહુ વાંધાજનક અને અમાનવીય છે. શ્રમિકોને સંરક્ષણ ના આપી શકનાર ગરીબ વિરોધી ભાજપ સરકારે તરત ત્યાગપત્ર આપી દેવું જોઈએ.

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ આના પર ટ્વીટ કરી લખ્યું- યૂપી સરકાર દ્વારા શ્રમ કાનૂનોમાં કરેલા બદલાવોને તરત રદ્દ કરી દેવા જોઈએ. તમે મજૂરોની મદદ કરવા માટે તૈયાર નથી. તમે તેમના પરિવારોને કોઈ સુરક્ષા કવચ નથી આપી રહ્યા. હવે તમે તેમના અધિકારોને કચડવા માટે કાનૂન બનાવી રહ્યા છો. મજૂરો દેશ નિર્માતા છે, તમારા બંધક નથી.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘઘ સાથે જોડાયેલ સંગઠન, ભારતીય મજૂર સંઘે પણ મજૂરો સાથે જોડાયેલા કાનૂનમાં બદલાવનો વિરોધ કર્યો છે. આરએસએસ સાથે જોડાયેલ આ સંગઠનનું કહેવું છે કે રાજ્ય સરકારોએ આવું કરી આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કર્યું છે અને તેઓ તેમની વિરુદ્ધ પ્રદર્શન કરશે.

આરોગ્ય મંત્રાલયે હોમ આઈસોલેશન માટે જારી કરી નવી ગાઈડલાઈનઆરોગ્ય મંત્રાલયે હોમ આઈસોલેશન માટે જારી કરી નવી ગાઈડલાઈન

English summary
rahul gandhi attack bjp over labor laws suspended in uttar pradesh madhya pradesh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X