પીએમ મોદી કોઈનું સાંભળતા નથી, તેમની પાસે આવડત નથી: રાહુલ ગાંધી
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ મોદી પર જોરદાર પ્રહાર કર્યો છે. રાહુલ ગાંધીએ પીએમ મોદીને કાબિલિયત વિનાનાં વ્યક્તિ ગણાવ્યા છે અને તેમને કહ્યું છે કે પીએમ મોદી કોઈને સાંભળતા પણ નથી.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ મોદી પર જોરદાર પ્રહાર કર્યો છે. રાહુલ ગાંધીએ પીએમ મોદીને કાબિલિયત વિનાનાં વ્યક્તિ ગણાવ્યા છે અને તેમને કહ્યું છે કે પીએમ મોદી કોઈને સાંભળતા પણ નથી. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટવિટ કરતા કહ્યું કે ભારતનો ગ્રોથ કોંગ્રેસ પાર્ટીએ કર્યો છે. ત્યારે મોદીએ નોટબંધી અને ગબ્બર સિંહ ટેક્સ ઘ્વારા તેને બરબાદ કરી નાખ્યું. તેઓ કાબિલિયત વિનાનાં વ્યક્તિ છે જે કોઈનું સાંભળતા નથી.
આ પણ વાંચો: રાફેલ પર રાહુલ ગાંધીએ પીએમ મોદીને સામસામે બેસીને ડિબેટનો આપ્યો પડકાર
|
નોટબંધી અને જીએસટી સરકારની સૌથી મોટી નિષ્ફળતા
કે લોકસભા ચૂંટણી દરમિયાન નોટબંધી અને જીએસટી સરકારની સૌથી મોટી નિષ્ફળતા તરીકે સામે આવી છે. કોંગ્રેસ અધ્યક્ષે આ ખબર પર પોતાની પ્રતિક્રિયા આપી છે.

રાફેલ પર રાહુલે પીએમ મોદીને ઘેર્યા
સંસદના શિયાળુ સત્ર દરમિયાન બુધવારે પણ રાફેલ ડીલનો મુદ્દો ગરમાયેલો રહ્યો અને કોંગ્રેસે મોદી સરકાર પર ખૂબ નિશાન સાધ્યા હતા. રાહુલ ગાંધીએ લોકસભામાં રાફેલ અંગે પીએમ મોદીને ઘેર્યા અને કહ્યુ હતુ કે પીએમ મોદીએ અંબાણીની કંપનીને ફાયદો પહોંચાડ્યો છે. તેમણે ગોવાના મંત્રીનો ઑડિયો ટેપ ચલાવવાની માંગ પણ કરી હતી પરંતુ સ્પીકરે તેની અનુમતિ આપી નહોતી.

પ્રધાનમંત્રી લવલી યુનિવર્સીટી ભાગી ગયા
રાહુલ ગાંધીએ પીએમના પંજાબ પ્રવાસ પર એક પછી એક ઘણા ટવિટ કર્યા. રાહુલ ગાંધીએ ટવિટ કરીને કહ્યું કે એવું લાગી રહ્યું છે કે પીએમ મોદી સંસદ અને પોતાની રાફેલ પરીક્ષા છોડીને પંજાબ લવલી પ્રોફેશનલ યુનિવર્સીટીમાં વિધાર્થીઓને લેક્ચર આપવા પહોંચી ગયા છે. હું વિધાર્થીઓને અનુરોધ કરું છું કે તેઓ મારા ઘ્વારા કાલે પૂછવામાં આવેલા 4 પ્રશ્નોના જવાબ પીએમ મોદી પાસેથી લે. તેની સાથે રાહુલ ગાંધીએ પીએમ મોદી માટે સાગર સવાલો પણ ટવિટ કર્યા. ધ્યાન આપવા જેવી બાબત છે કે પીએમ મોદી પંજાબના જાલંધરમાં લવલી પ્રોફેશનલ યુનિવર્સીટીમાં એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે. તેની સાથે સાથે તેઓ ગુરુદાસપુરમાં એક ચૂંટણી રેલીને પણ સંબોધિત કરશે.












Click it and Unblock the Notifications
