રાહુલ ગાંધીના જન્મદિવસે કોંગ્રેસે તેમની 5 સારી વાતો જણાવી
આજે રાહુલ ગાંધી 49 વર્ષના થઇ ગયા છે તેમના જન્મદિવસ પર પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓ ઘ્વારા તેમને અભિનંદન આપવામાં આવ્યા.
આજે રાહુલ ગાંધી 49 વર્ષના થઇ ગયા છે તેમના જન્મદિવસ પર પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓ ઘ્વારા તેમને અભિનંદન આપવામાં આવ્યા. આ અવસરે કોંગ્રેસે ટ્વિટર પર એક વીડિયો શેર કરતા રાહુલ ગાંધીને હેપી બર્થ ડે કહ્યું. આ વીડિયોમાં રાહુલ ગાંધીના કેટલાક યાદગાર પળોને શામિલ કરવામાં આવ્યા છે. તેની સાથે 5 વાતોને હાઈલાઈટ કરવામાં આવી છે જેનાથી લોકોએ પ્રેરણા લેવી જોઈએ.
આ પણ વાંચો: 15 ભ્રષ્ટ ઑફિસરને મોદી સરકારે જબરદસ્તી રિટાયર કરાવી દીધા
જાણો તે 5 બાબતો..

હિન્દુસ્તાની હોવાનો મતલબ
રાહુલ ગાંધીએ લોકોને હિન્દુસ્તાની હોવાનો મતલબ બતાવ્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભલે કોઈ તમને કઈ પણ કહી દે, ખોટી વાતો કહી, ભલે લાઠી મારે, ગાળો આપે, તમારા દિલમાં તેના માટે પ્રેમ હોવો જોઈએ.
|
દેશને એકજુથ કરવાની વાત
રાહુલ ગાંધીએ હંમેશા દેશને એકજુથ કરવાની વાત કહી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે આપણે ભારતને ફરી એક સાથે લાવવાનો છે. આપને બધા જ ધર્મો, રાજ્યો, લોકો અને સમુદાયના લોકોને એકસાથે લાવવાના છે. સૌથી પહેલા દેશ આવે છે.

ભારતની પ્રકૃતિ 1.3 અરબ વિચાર છે
ભારતની પ્રકૃતિ 1.3 અરબ વિચાર છે સ્પષ્ટ રૂપે તે ભારતની તાકાત છે. એટલા માટે મારા માટે ભારતને ફરી પરિભાષિત કરવું, તે 1.3 અરબ વિચારોને અનુમતિ આપવાં જેવું છે.

મહિલાઓને તેમનો અધિકાર મળવો જોઈએ
મહિલા તરીકે તમારી પાસે દરેક તે સ્થાનનું અધિકાર છે, જેના તમે હકદાર છો. જીવનમાં ઘણા એવા અવસરો આવશે ત્યારે તમને લોકો કહેશે કે તમે મહિલા છો, તમારે આવું નહીં કરવું જોઈએ અથવા તમે નહિ કરી શકો. પરંતુ તમને તમારો જવાબ ખબર હોવો જોઈએ.

કોંગ્રેસના આદર્શ રાહુલ ગાંધી
તમારી અંદર મારા માટે નફરત છે, મારા માટે ગુસ્સો છે, પરંતુ મારી અંદર તમારા માટે સહેજ પણ ગુસ્સો નથી, થોડી પણ નફરત નથી, હું કોંગ્રેસ છું અને આ બધા જ કોંગ્રેસ છે.

યુથ કોંગ્રેસ આજે દેશભરમાં કાર્યક્રમ કરશે
આપને જણાવી દઈએ કે રાહુલ ગાંધીના જન્મદિવસના અવસરે યુથ કોંગ્રેસ આજે દેશભરમાં કાર્યક્રમ કરશે. એટલું જ નહીં પરંતુ રાહુલ ગાંધી પોતે પણ આજે પાર્ટી હેડક્વાટરમાં હાજર રહેશે. તેઓ પાર્ટી કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે.












Click it and Unblock the Notifications
