
રાહુલ ગાંધીનો પ્રશંસનીય નિર્ણય, બંગાળની પોતાની બધી રેલી રદ્દ કરી
પશ્ચિમ બંગાળમાં પાંચ તબક્કાની ચૂંટણી સંપન્ન થઈ ચૂકી છે પરંતુ હજી પણ ત્રણ તબક્કામાં મતદાન થવાનું બાકી છે. આ બધાની વચ્ચે કોરોનાના વધતા મામલાએ સૌની ચિંતા વધારી છે. સ્વાસ્થ્ય મંત્રાલય, ચૂંટણી પંચે વગેરેની અપીલોને નજરઅંદાજ કરતાં બધી પાર્ટીઓના નેતા પોતપોતાની રેલીઓમાં બંપર ભીડ એકઠી કરી રહી છે. નિષ્ણાંતોનો દાવો છે કે ચૂંટણી પૂરી થવા સુધી પશ્ચિમ બંગાળમાં કોરોના બેકાબૂ થઈ જશે. જેને જોતાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ મોટો ફેસલો લીધો છે.

રાહુલ ગાંધીનો પ્રશંસનીય નિર્ણય
રાહુલ ગાંધીએ પશ્ચિમ બંગાળમાં થનારી પોતાની બધી જ રેલીઓ રદ કરી દીધી છે. તેમણે ટ્વીટ કરી લખ્યું કે કોરોનાના વધતા મામલાને જોતાં મેં બંગાળમાં યોજાનાર મારી તમામ રેલીઓ રદ્દ કરવાનો ફેસલો લીધો છે. હું તમામ પાર્ટીઓને આ વિશે વિચારવા નિવેદન કરું છું. હાલના હાલાતમાં વડી પબ્લિક રેલી કરવી યોગ્ય નથી. અગાઉ એક બીજા ટ્વીટમાં તેમણે લખ્યું કે બીમારો અને મૃતકોની પણ આટલી ભીડ પહેલીવાર જોઈ છે.

સતત સરકાર પર પ્રહાર કર્યો
જ્યારથી કોરોનાવાયરસની બીજી લહેર આવી છે, ત્યારથી રાહુલ ગાંધીએ મોદી સરકાર પર હુમલા બોલવા શરૂ કરી દીધા છે. તેઓ દરરોજ સવારે ટ્વીટ કરી સરકારની ખામીઓ ગણાવે છે. હાલમાં રાહુલે એક ટ્વીટમાં લખ્યું કે ના ટેસ્ટ, ના હોસ્પિટલ, ના બેડ, ના વેંટિલેટર, ના ઑક્સીઝન, વેક્સીન પણ નથી, બસ એક ઉત્સવનો ઢોંગ છે.

બંગાળમા કેવા છે હાલાત?
2.60 લાખ નવા મામલા સાથે દેશમા કોરોના સંક્રમિત દર્દીની સંખ્યા 1,47,82,823 થઈ ગઈ છે. જેમાંથી 1,28,05,147 દર્દી સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 1 લાખ 77 હજાર 168 દર્દીના મોત થયાં છે. બંગાળ પણ કોરોનાથી ખરાબ રીતે પ્રભાવિત રાજ્ય છે, જ્યાં શનિવારે 7717 મામલા સામે આવ્યા. જે બાદ રાજ્યમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 6.51 લાખ થઈ ગઈ છે, જેમાંથી 10540 દર્દીઓનાં મોત થયાં છે.
કોરોનાના સંક્રમણને જોતાં પ્રિયંકા ગાંધીએ ચિંતા વ્યક્ત કરી, વીડિયો જાહેર કરી આ વાત કહી