For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આપણા સૈનિકોને મારવાની ચીને હિંમત કેવી રીતે કરી? પ્રધાનમંત્રી ચૂપ કેમ છે?: રાહુલ ગાંધી

ભારત ચીન વચ્ચે વધતા તણાવ દરમિયાન જે રીતે દેશના 20 જવાનોનો જીવ જતો રહ્યો, તેના પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આકરો હુમલો કર્યો છે.

|
Google Oneindia Gujarati News

ભારત ચીન વચ્ચે વધતા તણાવ દરમિયાન જે રીતે દેશના 20 જવાનોનો જીવ જતો રહ્યો, તેના પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આકરો હુમલો કર્યો છે. તેમણે ટ્વિટ કરીને કહ્યુ કે છેવટે કેમ દેશના પ્રધાનમંત્રી ચૂપ છે, છેવટે તે છૂપાઈ કેમ રહ્યા છે? હવે બહુ થયુ, અમારે એ જાણવુ છે કે છેવટે શું થયુ છે. છેવટે ચીની સૈનિકોની ભારતના સૈનિકોને મારવાની હિંમત કેવી રીતે થઈ. છેવટે કેવી રીતે હિંમત થઈ ગઈ કે તેમણે આપણી જમીન લઈ લીધી.

rahul gandhi

તમને જણાવી દઈએ કે આ પહેલા રાજીવ ગાંધીએ જવાનોની શહીદી બાદ ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યુ હતુ અને કહ્યુ હતુ કે પોતાના દુઃખને શબ્દોને વ્યક્ત નથી કરી શકતો. જે અધિકારીઓ અને જવાનોએ દેશ માટે બલિદાન આપ્યુ છે, તેમના માટે હું મારા દુઃખને શબ્દોમાં વર્ણવી નથી શકતો. તેમના પરિવાર પ્રત્યે મારી સંવેદના છે, અમે આ મુશ્કેલ સમયમાં તેમની સાથે ઉભા છે. તમને જણાવી દઈએ કે ભારત-ચીનના સૈનિકો વચ્ચે 15 જૂનની રાતે થયેલી અથડામણમાં દેશના 20 જવાનો વીરગતિ પામ્યા છે.

તમને જણાવી દઈએ કે લદ્દાખની ગલવાન ઘાટીમાં હિંસક હુમલામાં ભારતીય સેનાના જવાનોની શહીદીથી આખા દેશમાં ગુસ્સો છે. ભારતીય સૂત્રો મુજબ ચીનના પણ 43 જવાન માર્યા ગયા છે અથવા ગંભીર રીતે ઘાયલ થઈ ગયા છે. શરૂઆતમાં ભારતીય સેનાએ કહ્યુ કે એક અધિકારી અને બે સૈનિક માર્યા ગયા બાદમાં ભારતીય સેનાએ નિવેદનમાં જણાવ્યુ કે 15-16 જૂનની રાતે ભારત-ચીનની અથડામણ થઈ હતી, લાઈન ઑપ ડ્યુટી પર 17 ભારતીય ટુકડીઓ ઘાયલ થઈ છે. વળી, ઉપ-શૂન્ય તાપમાનમાં આપણા જવાન દેશની સુરક્ષા માટે વીરગતિ પામ્યા છે જેમની સંખ્યા 20 છે. ભારતીય સેના રાષ્ટ્રની ક્ષેત્રીય અખંડતા અને સંપ્રભુતાની રક્ષા માટે દ્રઢતા માટે પ્રતિબદ્ધ છે.

'6 જૂને થયેલ સમજૂતીનુ ચીને કર્યુ ઉલ્લંઘન, સેનાને પાછી ન બોલાવી''6 જૂને થયેલ સમજૂતીનુ ચીને કર્યુ ઉલ્લંઘન, સેનાને પાછી ન બોલાવી'

English summary
Rahul Gandhi hits in PM Modi: why is he silent, how dare china kill our soldiers.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X