For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

છત્તીસગઢ નક્સલી હુમલોઃ CRPF ચીફના નિવેદન પર ભડક્યા રાહુલ ગાંધી, કહ્યુ - આપણા જવાનો આ રીતે શહીદ થવા માટે નથી

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ છત્તીસગઢના બીજાપુરમાં નક્સલી હુમલામાં 22 જવાનોના શહીદ થયા બાદ સીઆરપીએફ ચીફના નિવદેન પર નારાજગી વ્યક્ત કરી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ છત્તીસગઢના બીજાપુરમાં નક્સલી હુમલામાં 22 જવાનોના શહીદ થયા બાદ સીઆરપીએફ ચીફના નિવદેન પર નારાજગી વ્યક્ત કરી છે. રાહુલે કેન્દ્રીય રિઝર્વ પોલિસ બળ(સીઆરપીએફ)ના મહાનિર્દેશક કુલદીપ સિંહના એ નિવેદન પર સવાલ ઉઠાવ્યા છે જેમાં તેમણે કહ્યુ છે કે આ કોઈ ઈંટેલીજન્સ ફેલિયર નહોતુ. રાહુલે કહ્યુ છે કે જો આ ઈંટેલીજન્સ ફેલિયર નહોતુ તો શું હતુ? શું આપણા જવાન આ રીતે શહીદ થવા માટે છે?

Rahul Gandhi

રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને એ સમાચાર પણ શેર કર્યા છે જેમાં સીઆરપીએફ ચીફ કુલદીપ સિંહના હવાલાથી કહેવામાં આવ્યુ છે કે આ ઑપરેશનમાં કોઈ ઈંટેલીદન્સ ફેલિયર નથી. ઑપરેશનમાં 25થી 30 અથવા તેનાથી પણ વધુ માઓવાદી માર્યા ગયા છે. આના પર રાહુલ ગાંધીએ લખ્યુ છે - જો આ ઈંટેલીજન્સ ફેલિયર નહોતુ, તો એક નક્સલીના મરવા સાથે એક જવાનનો જીવ જવાનો રેશિયો જણાવે છે કે આ બહુ જ નબળુ ઑપરેશન હતુ અને તેને બહુ ખોટી રીતે ચલાવવામાં આવ્યુ હતુ. આપણા જવાનોના જીવ આટલા સસ્તા નથી, તેમને આ રીતે શહીદ ન થવા દઈ શકાય.

નક્સલી હુમલામાં શહીદ થયા 22 જવાન

છત્તીસગઢમાં બીજાપુર અને સુકમા જિલ્લીની સીમા પર શનિવારે(3 એપ્રિલ) નક્સલીઓ સાથે થયેલી અથડામણમાં 22 જવાન શહીદ થયા છે. છત્તીસગઢની રાજધાની રાયપુરથી લગભગ 400 કિલોમીટર દૂર સુકમા અને બીજાપુરની સીમા પર તરન વિસ્તારના જંગલોમાં આ અથડામણ થઈ. ત્યારબાદ દેશભરમાં શોકનો માહોલ છે. બધી પાર્ટીઓના નેતા આના માટે દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ રવિવારે ટ્વિટ કરીને લખ્યુ હતુ - છત્તીસગઢમાં યુદ્ધમાં પ્રાણોની આહુતિ આપનાર શહીદોના પરિવાર પ્રત્યે મારી સંવેદના. ગુમ જવાનોને શોધવા અને તેમના બચાવ માટે નિર્ણાયક કાર્યવાહી કરવાની જરૂર છે. હું રાજ્ય સરકારને અપીલ કરુ છુ કે તે ઘાયલોની વહેલી તકે દેખરેખ સુનિશ્ચિત કરે.

કોરોના ઈફેક્ટઃ સેંસેક્સ 1400 અને નિફ્ટી 324 પોઈન્ટ ગગડ્યાકોરોના ઈફેક્ટઃ સેંસેક્સ 1400 અને નિફ્ટી 324 પોઈન્ટ ગગડ્યા

English summary
Rahul Gandhi hits on CRPF chief statement over chhattisgarh Bijapur naxal attack.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X