For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસની માન્યતા પ્રમાણે રાહુલ 'સુપર વીઆઇપી' : ભાજપ

|
Google Oneindia Gujarati News

mukhtar abbas naqvi
નવી દિલ્હી, 26 જૂન : ઉત્તરાખંડમાં વિપદા પ્રભાવિત વિસ્તારોનું ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હવાઇ પ્રવાસ કરવાના એક દિવસ બાદ કોંગ્રેસના મહાસચિવ રાહુલ ગાંધીના પ્રવાસને લઇને સોનિયા ગાંધીના નેતૃત્વવાળી કોંગ્રેસ પાર્ટી પર ભાજપાએ પ્રહારો કર્યા છે.

ભાજપા ઉપાધ્યક્ષ મુખ્તાર અબ્બાસ નકવીએ આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસ ઉપાધ્યક્ષે ઉત્તરાખંડમાં પૂરપ્રભાવિત વિસ્તારોની મુલાકાત લઇને માત્ર ફોટાઓ પડાવ્યા. પરંતુ તેમણે પૂરપીડિતોની કોઇ મદદ કરી નહીં. નકવીએ જણાવ્યું કે કોંગ્રેસ વિચારે છે કે રાહુલ ગાંધી સુપર વીઆઇપી છે.

ઉલ્લેખનીય છે કે ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેએ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હેલીકોપ્ટરને વિપદાગ્રસ્ત વિસ્તારમાં એવું કહીને લેન્ડ કરવાની પરવાનગી આપી ન્હોતી કે વીવીઆઇપીની યાત્રાથી રેસ્ક્યુ ઓપરેશની પ્રક્રિયાને અસર પડી શકે છે.

જ્યારે રાહુલ ગાંધીએ વિપદાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી તો શિંદેએ પોતાની સફાઇ આપતા જણાવ્યું કે રાહત અને બચાવકામગીરી હવે પૂરી થવાના આરે છે માટે રાહુલના પ્રવાસ પર કોઇ સવાલ ઉઠાવવા જોઇએ નહીં.

English summary
Congress thinking that Rahul Gandhi is 'Super VIP' person said BJP.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X