For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નવો અવતાર: રાહુલ ભગવાન 'શિવ' તો સોનિયા 'લક્ષ્મીબાઇ'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

sonia-rani-laxmi-bai
અલ્હાબાદ, 6 ફેબ્રુઆરી: તીર્થરાજ પ્રયાગમાં ચાલી રહેલા દુનિયાના સૌથી મોટો ધાર્મિક સમાગમ હવે રાજકીત અખાડો બનતો જાય છે. મહાકુંભ મેળામાં આયોજીત સંત સમાગમમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું નામ વડાપ્રધાન પદ માટે આગળ કરવાની અટકળો વચ્ચે વળતો જવાબ આપવાની કાર્યવાહી કરતાં કોંગ્રેસના સ્થાનિક કાર્યકર્તાઓએ મંગળવારે કુંભ ક્ષેત્રમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને ઝાંસીની રાણી 'લક્ષ્મીબાઇ' અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને ભગવાન 'શિવ' નું રૂપ આપવામાં આવ્યું છે.

આ પોસ્ટરમાં એક તરફ રાહુલ જોવા મળે છે તો બીજી તરફ ભગવાન શિવનો ફોટો જોવા મળે છે. તેમના માથા પર ત્રીજી આંખ બનાવવામાં આવી છે. તેમના ગળામાં લીલો કલર દર્શાવતા તેમની તુલના 'નિલકંઠ' ભગવાન સાથે કરવામાં આવી છે. ફોટાની બિલ્કુલ નીચે લખવામાં આવ્યું છે કે ' સત્તા ઝેર છે અને જે ઝેર પીવે છે તે નિલકંઠ હોય છે.' આગળ લખ્યું છે કે ' ઉઠા લે હલાહલ ઔર શંકર હો જા.'

આ હોર્ડિંગને લગાવનાર કોંગ્રેસના સ્થાનિક નેતા બાબા અભય અવસ્થીનું કહેવું છે કે જે પ્રમાણે મતલબ વિના ગત ત્રણ દિવસોથી ભાજપના લોકો ધર્મ ક્ષેત્રને રાજકીય અખાડામાં બદલી રહ્યાં છે, તે પ્રમાણે અમે પણ ઇચ્છીએ છીએ કે રાહુલ ગાંધી જન કલ્યાણ માટે વડાપ્રધાન પદનો સ્વિકાર કરે અને અહીં કુંભ ક્ષેત્રમાં આવે.

કોંગ્રેસી કાર્યકર્તાઓએ એક નાનું હોર્ડિંગ મેળાના વિસ્તારમાં લગાવ્યું છે. આમાં સોનિયા ગાંધીને ઝાંસીની રાણીના રૂપમાં દર્શાવી છે. તેમની પાછળ એક બાળક બાંધેલું છે. જેમાં રાહુલ ગાંધીનો ફોટો લગાવવામાં આવ્યો છે. હોર્ડિંગની બીજી બાકુ વીરતા દર્શાવનાર કેટલીક લાઇનો લખવામાં આવી છે. ' ખૂબ લડી મર્દાની વહ તો દસ જનપથવાળી રાની હૈ.' પોસ્ટર લગાવનાર કોંગ્રેસી કાર્યકર્તા તેને કોંગ્રેસ પ્રતિ પોતાની નિષ્ઠા ગણાવી રહ્યાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મહાકુંભમાં કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી જલદી આવે તેવી ચર્ચા થઇ રહી છે. આ દરમિયાન સમાચાર મળી રહ્યાં છે કે બુધવારથી વિશ્વ હિન્દૂ પરિષદ (વિહિપ) તરફથી આયોજીત કરવામાં આવેલા સંત સમાગમમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના અધ્યક્ષ રાજનાથ સિંહ તો ભાગ લેશે પરંતુ નરેન્દ્ર મોદી આમાં ભાગ લેશે નહી. કહેવામાં આવે છે કે તે મૌની અમવસ્યા પછી 12 ફેબ્રુઆરીના રોજ મહાકુંભમાં આવશે.

English summary
Rahul Gandhi is our Lord Shiva or 'Neelkanth' and Sonia Gandhi is our Rani Laxmi Bai said Congress in Mahakumbh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X