રાહુલ ગાંધી કરુણાનિધિના ખબર પુછવા ચેન્નઇ પહોંચ્યા

Written By:
Subscribe to Oneindia News

કોંગ્રેસના વાઇસ પ્રેસિડન્ટ રાહુલ ગાંધી ડીએમકેના ચીફ કરુણાનિધિને મળવા ચેન્નાઇ પહોંચી ગયા છે. હોસ્પિટલમાં કરુણાનિધિના ખબર અંતર પૂછી રાહુલ ગાંધીએ મીડિયાને જણાવ્યું હતું કે તેમની તબિયત હાલ સારી છે. અને તે જલ્દી જ ઘરે જઇ શકશે.

rahul gandhi

નોંધનીય છે કે જયલલિતા બાદ હવે ડીએમકેના ચીફ કરુણાનિધિની તબિયત કથળી છે અને તેમને ફરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કરુણાનિધિનની તબિયતને ધ્યાનમાં લેતા ડીએમકેની જનરલ બોડી મિટિંગ પણ સ્થગતિ કરવામાં આવી છે. ત્યારે રાહુલે તેમનું સ્વાસ્થ્ય જલ્દી જ સારું થઇ જાય તેવી કામના કરી છે.

 નોંધનીય છે કે કોંગ્રેસ અને ડીએમકે વચ્ચે હંમેશા સારા રાજકીય સંબંધો રહ્યાં છે. જયલલિતાના મૃત્યુ બાદ તમિલનાડુમાં જે સ્થિતિ સર્જાઇ છે, તેને જોતાં રાહુલ ગાંધીની આ મુલાકાત મહત્વપૂર્ણ છે.

English summary
Congress Vice President Rahul Gandhi reaches Chennai to meet DMK Chief Karunanidhi who is hospitalized.
Please Wait while comments are loading...