For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રિયંકાથી માત્ર બે મહિનામાં આપણે કોઈ કરિશ્માની આશા ન રાખી શકીએઃ રાહુલ

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યુ કે માત્ર બે મહિનામાં પ્રિયંકા ગાંધી અને પશ્ચિમી ઉત્તર પ્રદેશના પાર્ટી મહાસચિવ જ્યોતિરાદિત્ય સિંધિયાથી ચમત્કારની આશા નથી કરતા.

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યુ કે માત્ર બે મહિનામાં પ્રિયંકા ગાંધી અને પશ્ચિમી ઉત્તર પ્રદેશના પાર્ટી મહાસચિવ જ્યોતિરાદિત્ય સિંધિયાથી ચમત્કારની આશા નથી કરતા. રાહુલે કહ્યુ કે અત્યારે આગામી લોકસભા ચૂંટણી અંગે કોઈ દબાણ ન અનુભવવુ જોઈએ. તેમણે પ્રિયંકા અને જ્યોતિરાદિત્યથી ઉત્તર પ્રદેશમાં આગામી લોકસભા ચૂંટણીને જોતા પાર્ટીનો આધાર મજબૂત કરવાની દિશામાં કામ કરવાની વાત કહી છે.

બંને નેતાઓ પર કોઈ દબાણ નહિ - રાહુલ

બંને નેતાઓ પર કોઈ દબાણ નહિ - રાહુલ

મહાસચિવ નિયુક્ત કરાયા બાદ પહેલી વાર પ્રિયંકા ગાંધી કોંગ્રેસની બેઠકમાં શામેલ થવા પહોંચ્યા હતા. રાહુલ ગાંધીએ જણાવ્યુ કે મીટિંગમાં ચૂંટણી રણનીતિ, ગઠબંધન અને ઉમેદવારો અંગે વાત થઈ. બધા રાજ્યોના ચૂંટણી પ્રભારી અને મહાસચિવોએ પોતપોતાના વિચારો પાર્ટીની બેઠકમાં કહ્યા. બધાને નિર્દેશ આપવામાં આવ્યા છે કે ઉમેદવારોની પસંદગી આ મહિને ફેબ્રુઆરીના અંત સુધી ફાઈનલ કરી દેવામાં આવે.

BJP-RSSની વિચારધારાને હરાવવાની છે -પ્રિયંકા ગાંધી

BJP-RSSની વિચારધારાને હરાવવાની છે -પ્રિયંકા ગાંધી

પહેલી મીટિંગમાં શામેલ થયેલ પ્રિયંકા ગાંધીએ કહ્યુ, ‘મે ભાજપ અને આરએસએસની વિચારધારાને હરાવવાનું નક્કી કર્યુ છે. ભાજપ અને આરએસએસની વિચારધારાને જવાબ અપાવો જોઈએ.' પ્રિયંકાએ કહ્યુ કે તે નવી અને અનુભવહીન છે પરંતુ ચૂંટણી દરમિયાન તે પૂરી તાકાતથી કોંગ્રેસને આગળ વધારવા કામ કરશે. આ બેઠકમાં ગુલામનબી આઝાદ, મલ્લિકાર્જૂન ખડગે, અંબિકા સોની, પીએમ પુનિયા, જ્યોતિરાદિત્ય સિંધિયા શામેલ થયા. બેઠકમાં રાહુલ ગાંધીની બાજુમાં ગુલામનબી આઝાદ અને ખડગે જેવા નેતા બેઠેલા દેખાયા તો પ્રિયંકાની બાજુમાં સિંધિયા બેઠેલા જોવા મળ્યા.

રાહુલના રોડ શોમાં શામેલ થશે બંને નેતા

રાહુલના રોડ શોમાં શામેલ થશે બંને નેતા

ઔપચારિક રીતે 47 વર્ષની પ્રિયંકા ગાંધીના રાજકારણમાં પ્રવેશ કરવા સાથે કોંગ્રેસે એ નક્કી કર્યુ કે તે ઉત્તર પ્રદેશની 80 લોકસભા સીટોમાંથી 44 સીટોની કમાન પોતાના હાથમાં લેશે. આ ઉપરાતં બાકી સીટોની જવાબદારી જ્યોતિરાદિત્યને આપવામાં આવી છે. સમાચાર મુજબ 11 ફેબ્રુઆરીએ રાહુલ ગાંધીના રોડ શોમાં પ્રિયંકા અને સિંધીયા બંને જોવા મળશે.

આ પણ વાંચોઃ જમ્મુ-કાશ્મીરઃ જવાહર ટનલ પર હિમસ્ખલનમાં 10 પોલિસકર્મી ગાયબ, 3ના મોતઆ પણ વાંચોઃ જમ્મુ-કાશ્મીરઃ જવાહર ટનલ પર હિમસ્ખલનમાં 10 પોલિસકર્મી ગાયબ, 3ના મોત

English summary
Rahul Gandhi says, he did not expect a miracle from Priyanka Gandhi in two months
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X