સર્જિકલ સ્ટ્રાઈકને લીડ કરનાર DS હુડ્ડાને રાહુલ ગાંધીએ આપી મોટી જવાબદારી
સર્જિકલ સ્ટ્રાઈકને લીડ કરનાર હુડ્ડાને રાહુે સોંપી આ જવાબદારી
નવી દિલ્હીઃ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય સુરક્ષા પર વિઝન ડૉક્યુમેન્ટ તૈયાર કરવા માટે એક ટાસ્ક ફોર્સની રચના કરી છે. રિટાયર્ડ લેફ્ટિનેન્ટ જનરલ હુડ્ડા આ ટાસ્ક ફોર્સને લીડ કરશે, તેમની સાથે આ કામ માટે કેટલાક નિષ્ણાંતો પણ રાખવામાં આવ્યા છે, જેમની સાથે મળીને તેઓ આ ડૉક્યુમેન્ટ તૈયાર કરશે. આ વિઝન ડૉક્યુમેન્ટમાં દેશની સુરક્ષાને લઈ દસ્તાવેજ તૈયાર કરવામાં આવશે. લેફ્ટિનેન્ટ ડીએસ હુડ્ડાએ જ પીઓકેમાં સર્જિકલ સ્ટ્રાઈકને અંજામ આપનાર ટીમને લીડ કરી હતી.

લેફ્ટિનેન્ટ જનરલ ડીએસ હુડ્ડાએ ગુરુવારે સાંજે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી, જે બાદ કોંગ્રેસના ટ્વિટર હેન્ડલથી આ વિશે જાણકારી આપવામાં આવી. જણાવી દઈએ કે જનરલ હુડ્ડાની આગેવાનીમાં સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી, જે એ સમયે નોર્થન આર્મી કમાન્ડર હતા.
જનરલ હુડ્ડાએ પાછલા વર્ષે સરકારના સર્જિકલ સ્ટ્રાઈકના પ્રચાર અને તેના રાજનૈતિક લાભ માટે મોદી સરકાર પર નિશાન પણ સાધ્યું હતું. હુડ્ડાએ કહ્યું હતું કે આનો કંઈક વધુ જ પ્રચાર કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે સર્જિકલ સ્ટ્રાઈક પર કેટલી રાજનીતિ હોવી જોઈએ, આ કેટલું યોગ્ય અને ખોટું છે તે રાજનેતાઓને પૂછવું જોઈએ. આ નિવેદન પર રાહુલ ગાંધીએ પણ મોદી સરકાર પર સેનાનો રાજનીતિ માટે ફાયદો ઉઠાવવાનો આરોપ લગાવ્યો હતો.
આ પણ વાંચો- પુલવામા હુમલા બાદ શૂટિંગમા વ્યસ્ત હતા મોદી, કોંગ્રેસના આરોપ પર અમિત શાહનો પલટવાર












Click it and Unblock the Notifications
