રાહુલને આવ્યો ગુસ્સો જ્યારે સલમાને મોદીને કહ્યા 'નપુંસક'
નવી દિલ્હી, 27 ફેબ્રુઆરી: આને રાજનૈતિક ચાલ કહો કે કંઇ બીજું પરંતુ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી અંગે સલમાન ખુર્શીદની ટિપ્પણીને ખોટી ગણાવી છે. રાહુલ ગાંધીએ જણાવ્યું કે મોદીની વિરુધ્ધ જે રીતે ટિપ્પણી કરી છે તે પ્રસંશનીય નથી.
સૂત્રો પાસેથી જે જાણકારી મળી રહી છે તે અનુસાર સલમાન ખુર્શીદની આ પ્રકારની નિવેદનબાજીથી રાહુલ ગાંધી નારાજ છે. તેમણે પહેલા પણ આની પર એક્શન લીધું હતું અને પાર્ટી પ્રવક્તાઓને ચેતવ્યા હતા કે તેઓ મોદી દ્વારા ચા વેચવા પર કોઇ નિવેદન આપે નહીં.
રાહુલ ગાંધીએ જણાવ્યું આવા નિવેદનો મને પસંદ નથી અને હું તેનું સમર્થન કરતો નથી. રાહુલ ગાંધીને જ્યારે આજે પૂછવામાં આવ્યું કે શું તેઓ વિદેશ મંત્રીના નિવેદનનું સમર્થન કરે છે, તો તેમણે જણાવ્યું કે સલમાન ખુર્શીદે જે કહ્યું છે તેઓ તેની પ્રસંશા કરતા નથી.

આ નિવેદન બાદ જ્યારે ભાજપે માફી માગવા જણાવ્યું તો ખુર્શીદ પોતાના કથનો પર અડ્યા રહ્યા અને જણાવ્યું કે 'મોદી માટે આનાથી સારો શબ્દ કોઇ નથી. અને રાજનીતિમાં આ શબ્દનો પ્રયોગ થાય છે, હું કોઇ ડોક્ટર નથી, મેં તેમના સેક્સ ઉપર કોઇ ટિપ્પણી કરી નથી.'
Did You Know: ચૂંટણી પંચમાં આપવામાં આવેલ શપથ પત્ર અનુસાર રાહુલ ગાંધી પાસે કુલ દોઢ લાખ રૂપિયાની જ્વેલરી છે, જેમાં 333.30 ગ્રામ સોનાનો સમાવેશ થાય છે.
આવો જોઇએ ફેસબુક પર સલમાન ખુર્શીદનો હાલ, આ પોસ્ટમાં-












Click it and Unblock the Notifications
