For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલ ગાંધીએ મોંઘવારી માટે શરૂ કર્યુ અભિયાન, બોલ્યા -દેશના વિનાશ સામે અવાજ ઉઠાવો

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સતત વધતી મોંઘવારી માટે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધ્યુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સતત વધતી મોંઘવારી માટે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધ્યુ છે. રાહુલે કહ્યુ છે કે સરકાર સામાન્ય લોકોને મોંઘવારીના દલદલમાં ધકેલી રહી છે જેની સામે અવાજ ઉઠાવવો પડશે. રાહુલ ગાંધીએ 'સ્પીકઅપ અગેઈન્સ્ટ પ્રાઈસ રાઈઝ'(વધતા ભાવો સામે બોલો) અભિયાન પણ શરૂ કર્યુ છે.

દેશના વિનાશ સામે પોતાનો અવાજ ઉઠાવો

દેશના વિનાશ સામે પોતાનો અવાજ ઉઠાવો

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે સવારે કરેલા પોતાના ટ્વિટમાં લખ્યુ છે - મોંઘવારી એક અભિશાપ છે. કેન્દ્ર સરકાર માત્ર ટેક્સ કમાવવા માટે જનતાને મોંઘવારીના દલદલમાં ધકેલી રહી છે. દેશના વિનાશ સામે પોતાનો અવાજ ઉઠાવો - #SpeakUpAgainstPriceRise અભિયાન સાથે જોડાવ. રાહુલે આ સાથે લગભગ એક મિનિટનો વીડિયો પણ શેર કર્યો છે જેમાં જણાવ્યુ છે કે કેવી રીતે સરકાર નવા ટેક્સ લગાવી રહી છે અને છેલ્લા અમુક દિવસોમાં પેટ્રોલ-ડીઝલ, એલપીજી સિલિન્ડર અને ખાનપાનની વસ્તુઓના ભાવ સતત વધી રહ્યા છે.

રાહુલ ગાંધી સતત ઉઠાવી રહ્યા છે મોંઘવારીનો મુદ્દો

રાહુલ ગાંધી સતત ઉઠાવી રહ્યા છે મોંઘવારીનો મુદ્દો

રાહુલ ગાંધીના સોશિયલ મીડિયા અભિયાન પર સ્પીકઅપ અગેઈન્સ્ટ પ્રાઈસ રાઈઝ અભિયાન શરૂ કરવા અને લોકોને આ સાથે જોડાઈને મોંઘવારી સામે અવાજ ઉઠાવવાની અપીલ કર્યા બાદ ઘણા કોંગ્રેસ નેતા અને સામાન્ય લોકો આના પર પ્રતિક્રિયા આપી ચૂક્યા છે. રાહુલ ગાંધી મોંઘવારી માટે સતત સોશિયલ મીડિયા પર લખી રહ્યા છે અને પોતાની સભાઓમાં આ મુદ્દાને ઉઠાવીને કેન્દ્ર સરકાર, ભાજપ અને પીએમ નરેન્દ્ર મોદીને ઘેરી રહ્યા છે.

પેટ્રોલ-ડીઝલ અને એલપીજીના ભાવ સતત વધ્યા

પેટ્રોલ-ડીઝલ અને એલપીજીના ભાવ સતત વધ્યા

પેટ્રોલ-ડીઝલ અને એલપીજીના ભાવ છેલ્લા એક-દોઢ મહિનામાં ઘણા વધ્યા છે. પેટ્રોલ ઘણા શહેરોમાં 100 રૂપિયાને પાર થઈ ગયુ છે અને ડીઝલ પણ 90 રૂપિયા સુધી પહોંચી ગયુ છે. વળી, એલપીજીના સિલિન્ડર તો છેલ્લા ત્રણ મહિનામાં 200 રૂપિયાથી વધુ મોંઘા થઈ ગયા છે. 1 ડિસેમ્બરથી લઈને અત્યાર સુધી એલપીજી ગેસ સિલિન્ડર 225 રૂપિયા મોંઘુ થયુ. પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાથી જ્યાં ભાડુ વધુ મોંઘુ થઈ ગયુ છે ત્યાં એલપીજીના ભાવ વધવાથી રસોઈનુ બજેટ વધી ગયુ છે. આના માટે કોંગ્રેસ અને બીજા વિપક્ષી દળો સતત સરકારને સવાલ કરી રહ્યા છે.

TIME મેગેઝીનના કવર પર દેખાઈ ખેડૂત આંદોલનમાં શામેલ મહિલાઓTIME મેગેઝીનના કવર પર દેખાઈ ખેડૂત આંદોલનમાં શામેલ મહિલાઓ

English summary
Rahul Gandhi start 'Speak Up Against Price Rise' campaign.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X