For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત બંધઃ રાહુલ ગાંધીએ કહ્યુ - 'ખેડૂતોનો અહિંસક સત્યાગ્રહ આજે પણ અખંડ છે પરંતુ સરકારને આ પસંદ નથી'

સંયુક્ત ખેડૂત મોરચાના આહ્વાન પર બોલાવવામાં આવેલ ભારત બંધને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સમર્થન આપ્યુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ સંયુક્ત ખેડૂત મોરચાના આહ્વાન પર બોલાવવામાં આવેલ ભારત બંધને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સમર્થન આપ્યુ છે. રાહુલ ગાંધીએ ખેડૂતોના ભારત બંધનુ સમર્થન કરીને ટ્વિટ કર્યુ, 'ખેડૂતોનો અહિંસક સત્યાગ્રહ આજે પણ અખંડ છે પરંતુ શોષણકાર સરકારને એ પસંદ નથી માટે આજે ભારત બંધ છે.' ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં આખા દેશમાં સંયુક્ત ખેડૂત મોરચાના નેતૃત્વમાં 40 ખેડૂત સંગઠનો આજે ભારત બંધ કરી રહ્યા છે. ખેડૂતોનુ કહેવુ છે કે અમે સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવા માંગીએ છીએ. ત્રણે કૃષિ કાયદા રદ કરવામાં આવે.

Rahul Gandhi

વળી, કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ ભારત બંધનુ સમર્થન કર્યુ છે. પ્રિયંકા ગાંધીએ સોમવારે(27 સપ્ટેમ્બર)ના રોજ ટ્વિટ કર્યુ, 'ખેતર ખેડૂતનુ, મહેનત ખેડૂતની, પાક ખેડૂતનો પરંતુ ભાજપ સરકાર આના પર પોતાના અબજપતિ મિત્રોનો કબ્જો જમાવવા માટે આતુર છે. આખુ હિંદુસ્તાન ખેડૂતો સાથે છે. નરેન્દ્ર મોદી કાળા કાયદા પાછા લો.'

ખેડૂતોએ ભારત બંધને જોતા આજે હરિયાણા અને દિલ્લીમાં પોલિસની તૈનાતી વધારી દીધી છે. સંયુક્ત મોરચા (એસકેએમ) 10 કલાકના ભારત બંધ(સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી) દરમિયાન સોમવારે પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ રાજમાર્ગો અને રેલવે ટ્રેકને જામ કરી દીધો છે. જેનાથી ઘણા વિસ્તારોમાં વાહન વ્યવહાર ખોરવાયો છે. દિલ્લી અને હરિયાણામાં પોલિસે ભારત બંધના કારણે રાજધાની દિલ્લીમાં સીમાવર્તી વિસ્તારોમાં સુરક્ષા વધારી દીધી છે. એક વરિષ્ઠ પોલિસ અધિકારીએ કહ્યુ કે કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા અને કોઈ પણ અપ્રિય ઘટનાને રોકવા માટે પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

દિલ્લી-એનસીઆર(નોઈડા-ગાઝિયાબાદ)માં ઘણી જગ્યાએ ખેડૂતોએ રસ્તા જામ કરી દીધા છે. ભારત બંધના એલાનના કારણે નોઈડાના ડીએનડીમાં ભીષણ જામ લાગી ગયો છે. વળી, દિલ્લી-ગુરુગ્રામ બૉર્ડર પર ગાડીઓનો લાંબો જામ છે. દિલ્લીના સિંધુ બૉર્ડર પર પણ પ્રદર્શનકારીઓના વિરોધમાં ઘરણા આપી રહ્યા છે. જો કે પોલિસ અધિકારીઓએ કહ્યુ કે પોલિસ પેટ્રોલિંગ તેજ કરી દેવામાં આવ્યુ છે. વધુ કર્મીઓને ચોકીઓ પર તૈનાત કરવામાં આવ્યા છે.

ખાસ કરીને ગામોના માધ્યમથી દિલ્લી તરફ જતા બધા રસ્તાઓ પર સીમાવર્તી ક્ષેત્રો પાસે અને દિલ્લીમાં પ્રવેશતા દરેક વાહનની પૂરી તપાસ કરવામાં આવી રહી છે. પંજાબમાં ખેડૂતોએ ઘણા સ્થળોએ ચંદીગઢ-બઠિંડા રસ્તાને અટકાવી દીધો અને તેમાંથી અમુકે પટિયાલા અને નાભામાં રાજપુરા, બહાદૂરગઢ ટોલ પ્લાઝા, દક્ષિણ બાયપાસ અને રેલવે ટ્રેક પર ધરણા આપ્યા.

English summary
Rahul Gandhi support Bharat Bandh called by the Samyukt Kisan Morcha
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X