For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોહરાબુદ્દીન, જસ્ટીસ લોયાને કોઈએ નથી માર્યા તે પોતે જ મરી ગયાઃ રાહુલ ગાંધી

સીબીઆઈની વિશેષ અદાલતે જે રીતે સોહરાબુદ્દીન એન્કાઉન્ટર મામલે 22 આરોપીઓને છોડી દીધા તે બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ મામલે સવાલ ઉઠાવ્યા છે.

|
Google Oneindia Gujarati News

સીબીઆઈની વિશેષ અદાલતે જે રીતે સોહરાબુદ્દીન એન્કાઉન્ટર મામલે 22 આરોપીઓને છોડી દીધા તે બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ મામલે સવાલ ઉઠાવ્યા છે. રાહુલ ગાંધીએ ટ્વિટરના માધ્યથી ચુકાદા બાદ સવાલ ઉઠાવતા લખ્યુ છે કે આનો અર્થ કે કોઈએ માર્યા નથી. તેમણે પોતાના આ ટ્વિટમાં એ તમામ લોકોના નામ લીધી જે આ કેસ સાથે જોડાયેલા છે. રાહુલ ગાંધીએ હરેન પંડ્યા, તુલસીરામ પ્રજાપતિ, પ્રકાશ થોંબરે, શ્રીકાંત ખાંડલકર, કૌસર બી, સોહરાબુદ્દીન અને જસ્ટીસ લોયાનું નામ લઈને લખ્યુ કે આમાંથી કોઈને કોઈએ નથી માર્યા પરંતુ તે પોતે જ મરી ગયા છે.

અમિત શાહનું પણ આવ્યુ હતુ નામ

અમિત શાહનું પણ આવ્યુ હતુ નામ

વાસ્તવમાં સોહરાબુદ્દીન મામલે ભાજપ અધ્યક્ષ અમિત શાહનું નામ સામે આવ્યા બાદ આ મામલાએ ઘણુ તૂલ પકડી લીધુ હતુ અને તે સમાચારોમાં છવાયેલુ રહ્યુ હતુ પરંતુ કોર્ટે અમિત શાહને પહેલેથી જ આ મામલે ક્લિન ચિટ આપી દીધી હતી. જે સમયે આ એન્કાઉન્ટર થયુ હતુ તે વખતે અમિત શાહ ગુજરાતના ગૃહમંત્રી હતા. આ મામલે અમિત શાહ પણ એક આરોપી હતા પરંતુ કોર્ટે વર્ષ 2014માં તેમને આ મામલે છોડી મૂક્યા હતા. આ મામલાની તપાસ કરી રહેલી સીબીઆઈએ કહ્યુ હતુ કે આ હત્યા પાછળ ષડયંત્ર છે જેનો રાજકીય અને આર્થિક લાભ માટે અંજામ આપવામાં આવ્યો છે.

સીબીઆઈ ગણાવી હતી હત્યા

સીબીઆઈ ગણાવી હતી હત્યા

કેસની તપાસ કરી રહેલ સીબીઆઈએ પહેલા પોતાના રિપોર્ટમાં કહ્યુ હતુ કે ગુજરાત પોલિસે ગેંગસ્ટર સોહરાબુદ્દીન, તેની પત્ની કૌસરબી, દોસ્ત તુલસીરામ પ્રજાપતિને હૈદરાબાદથી સાંગલી જઈ રહેલી બસમાંથી વચ્ચે રસ્તા પર ઉતારીને ગોળી મારી દીધી હતી અને આને એન્કાઉન્ટરનું નામ આપ્યુ હતુ. આ ઘટનાને 22 નવેમ્બર 2005ના રોજ અંજામ આપવામાં આવ્યો હતો. સોહરાબુદ્દીનને અમદાવાદ પાસે મારવામાં આવ્યો. એવો આરોપ છે કે સોહરાબુદ્દીન લશ્કર-એ-તોઈબા માટે કામ કરતો હતો અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હત્યાનું ષડયંત્ર રચી રહ્યો હતો.

કોર્ટે બધા 22 આરોપીઓને નિર્દોષ છોડી મૂક્યા

સીબીઆઈનું કહેવુ હતુ કે કૌસરબીને બીજી જગ્યાએ જઈને તેને મોતને ઘાટ ઉતારી દીધી. આ પહેલા તેની પર બળાત્કાર પણ કરવામાં આવ્યો હતો. કૌસરબીને 29 નવેમ્બર, 2006ના રોજ મારવામાં આવી હતી. વળી, સોહરાબુદ્દીનની હત્યાને નજરે જોનાર સાક્ષી તુલસીરામ પ્રજાપતિને પણ રાજસ્થાન અને ગુજરાતની સીમા પર પોલિસે મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. આ મામલે કોર્ટે બધા 22 આરોપીઓ પોલિસકર્મીઓને નિર્દોષ છોડી મૂક્યા છે. કોર્ટે આ મામલે રજૂ કરેલા દસ્તાવેજોને અસંતોષકારક ગણાવીને કહ્યુ કે આ ષડયંત્ર અને હત્યા ગણવા માટે પૂરતા નથી.

આ પણ વાંચોઃ જસદણ પેટા ચૂંટણી રિઝલ્ટ Live: અવસર કે બાવળિયા? કોણ મારશે માજીઆ પણ વાંચોઃ જસદણ પેટા ચૂંટણી રિઝલ્ટ Live: અવસર કે બાવળિયા? કોણ મારશે માજી

English summary
Rahul Gandhi takes on the Sohrabuddin Sheikh verdict says no one killed.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X