ગુવાહાટી રેલીમાં રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યા આકરા પ્રહાર, કહ્યું અસમને આરએસએસ નહી ચલાવે
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધી શનિવારે ગુવાહાટી પહોંચ્યા હતા. રાહુલે અહીં નાગરિકતા સુધારો કાયદાના વિરોધમાં એક રેલીને સંબોધન કર્યું હતું.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધી શનિવારે ગુવાહાટી પહોંચ્યા હતા. રાહુલે અહીં નાગરિકતા સુધારો કાયદાના વિરોધમાં એક રેલીને સંબોધન કર્યું હતું. સુધારેલા કાયદાના વિરોધમાં આસામમાં ઘણી હિંસા થઈ હતી. જે બાદ રાહુલે શનિવારે ગુવાહાટીમાં રેલી કાઢી હતી. મોદી સરકાર અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની નિંદા કરતા રાહુલે કહ્યું કે, આસામના યુવાનો આ કાયદાનો વિરોધ કરી રહ્યા છે, યુવકો અન્યત્ર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

પોલીસે ગોળીબાર કરવાની શું જરૂર છે. મારવાની શું જરૂર છે? આ લોકો યુવાની, માતા અને બહેનોના અવાજોને કચડી નાખવા માગે છે. ભાજપ બધે નફરત ફેલાવે છે. રાહુલ ગાંધીએ કહ્યું, 'હું એમ નહીં કહુ કે હું તમારા રાજ્ય વિશે બધું જ જાણું છું, પરંતુ હું ઓછામાં ઓછું તમારા મૂળને જાણું છું. આસામે દરેકને ભાઈચારો અનુસરવાનું શીખવ્યું છે. આજે મેં તમારી ધરતીના પુત્રોને માન આપ્યું છે. મને ડર છે કે આસામ ફરી એકવાર ભાજપના હિંસાના ચક્રમાં ફસાઈ શકે છે. તમારી તાકાત તમારા ભાઈચારો છે. કદી વિચારશો નહીં કે અસમ દ્વેષથી આગળ વધી શકે છે.
#WATCH Rahul Gandhi in Guwahati: Hum BJP aur RSS ko Assam ki history, bhasha ,sanskriti par akraman nahi karne denge. Assam ko Nagpur nahi chalayega, Assam ko RSS ke chaddi wale nahi chalayenge. Assam ko Assam ki janta chalayegi. pic.twitter.com/hzg4qaPRPv
— ANI (@ANI) December 28, 2019
તેમણે વધુમાં કહ્યું કે, 'હું આસામમાં હિંસામાં માર્યા ગયેલા લોકોના પરિવારને મળીશ. હિંસા ન થવી જોઈએ. પ્રેમ અને ભાઈચારો બધાં કામ કરશે. ' જણાવી દઈએ કે આજનો દિવસ કોંગ્રેસનો સ્થાપના દિવસ પણ છે. આ પ્રસંગે કોંગ્રેસ કાર્યકરોએ દેશભરમાં 'બંધારણ બચાવો' રેલી કાઢી હતી. હજારો કાર્યકરોએ મુંબઈની રેલીમાં ભાગ લીધો હતો. કાર્યકરોએ શાંતિપૂર્ણ રીતે રેલી કાઢી નાગરિકતા કાયદાની વિરૂધ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.
આ પણ વાંચો: યોગી સરકારનો મોટો નિર્ણય, ત્રિપલ તલાક પીડિતોને મળશે પેન્શન












Click it and Unblock the Notifications
