યોગી સરકારનો મોટો નિર્ણય, ત્રિપલ તલાક પીડિતોને મળશે પેન્શન
ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે ત્રિપલ તલાક પીડિતો માટે નવા વર્ષ અંગે મોટો નિર્ણય લીધો છે. યોગી સરકાર હવે ત્રિપલ તલાક પીડિત મહિલાઓને પેન્શન આપશે. જણાવી દઈએ કે આ નિર્ણય અંતર્ગત ત્રિપલ તલાક પીડિતોને વાર્ષિક 6 હજાર રૂપિયા આપવામાં આવશે. નવા વર્ષથી, આ રકમ પીડિતો માટે ઉપલબ્ધ થશે. સમાજ કલ્યાણ વિભાગે તેનું બ્લુપ્રિન્ટ તૈયાર કર્યું છે.
સંસદમાં ત્રિપલ તલાક બિલ પસાર થયા પછી કેન્દ્ર સરકારે રાજ્યોને એક જાહેરનામું બહાર પાડ્યું હતું. જે બાદ યુપી સરકારે કાર્યવાહી શરૂ કરી દીધી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ખુદ ટ્રિપલ તલાક પીડિતાઓને મળ્યા હતા અને તેમના માટે પેન્શન શરૂ કરવાની વાત કરી હતી, પરંતુ તે સમયે તે રકમ નક્કી નહોતી થઈ. જોકે હવે નાણાં મંત્રાલયે પેન્શન માટે વાર્ષિક રકમ 6 હજાર રૂપિયા નક્કી કરી છે. તમને જણાવી દઈએ કે સપ્ટેમ્બર મહિનામાં જ યુપી સરકારે ટ્રિપલ તલાકથી પીડિત મહિલાઓને ઘણી સુવિધાઓ આપવાની વાત કરી હતી.
સમાચાર અનુસાર છેલ્લા એક વર્ષમાં 250 થી વધુ ટ્રિપલ તલાક કેસ નોંધાયા છે. આમાંની મોટાભાગની ફરિયાદો દહેજની પજવણી અને મારપીટની છે. ત્રિપલ તલાક કાયદો પસાર કર્યા પછી મેરઠમાં ઇન્સ્ટન્ટ ટ્રિપલ તલાકના 26 કેસ નોંધાયા હતા, જ્યારે સહારનપુરમાં 17 અને શામલીમાં 10 એફઆઈઆર નોંધવામાં આવી છે.
દિલ્લીમાં ઠંડીનો કહેર, તૂટ્યો 118 વર્ષનો રેકોર્ડ, પારો 2.4 ડિગ્રી સુધી ગગડ્યો