For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આવનાર ચૂંટણી બાદ રાહુલ ગાંધી બનશે પ્રધાનમંત્રી: શિંદે

|
Google Oneindia Gujarati News

shinde
જેસલમેર, 29 માર્ચ: કેન્દ્રીય ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેએ જણાવ્યું કે આવનાર ચૂંટણીમાં કેન્દ્રમાં ત્રીજા મોર્ચાની સરકાર બનવાનો કોઇ પ્રશ્ન નથી. જોકે માત્ર કોંગ્રેસની સરકાર બનશે તથા રાહુલ ગાંધી પ્રધાનમંત્રી બનશે. કેન્દ્રીય ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેએ ગઇકાલે ભારત-પાકિસ્તાન સીમા પર જવાનોની સાથે હોળી મિલન કાર્યક્રમમાં કહ્યું કે દેશમાં ધર્મનિરપેક્ષ પાર્ટી જ ચાલવાની છે અને કોંગ્રેસ જ એક એવી પાર્ટી છે જે દરેક રીતે ધર્મનિરપેક્ષ છે.

ત્રીજા મોર્ચાને રદિયો આપતા તેમણે જણાવ્યું કે આવનાર વર્ષ 2014માં લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી જ સત્તા પર આવશે અને રાહુલ ગાંધી જ પ્રધાનમંત્રી બનશે જેના માટે પાર્ટી સતત પ્રયાસ કરી રહી છે.

કાશ્મીર ઘાટીમાં છેલ્લા કેટલાક દિવસોમાં હિંસામાં વધારો તેમજ આતંકવાદી હુમલાઓમાં વધારાના સવાલ પર ગૃહમંત્રીએ કેટલાક દિવસોમાં બે મોટી ઘટનાઓ ઘટી છે. જેના સંબંધમાં કેન્દ્રની પાસે પહેલાથી જ સૂચનાઓ હતી અલર્ટ પર જારી કર્યું હતું. જમ્મૂ-કાશ્મીરમાં બરફ પીગળવા દરમિયાન સરહદ પારથી આતંકવાદીઓના ઘુસવાની સંભાવનાને જોતા તમામ તૈયારીઓ કરી લેવાઇ છે. હિજબુલના શંકાસ્પદ આતંકવાદી લિયાકત હુસૈનના સંબંધમાં જમ્મૂ-કાશ્મીરમાં સરકારના વધતા દબાણના સંબંધમાં પૂછવામાં આવેલા સવાલને પગલે તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા આ મુદ્દેની તપાસ માટે એનઆઇયૂને સોંપી દેવામાં આવી છે.

તેમના રિપોર્ટ પર જ આગળ કોઇ કાર્યવાઇ કરવામાં આવશે. અર્ધ સૈનિકદળોમાં સેનાની જેમ એક રેંક એક પેંશન પોલિસી લાગૂ કરવાના સવાલ પર તેમણે જણાવ્યું કે અત્રે આવીને મામૂમ પડ્યું છે કે સેન્ટ્રલ પેરામિલિટ્રી ફોર્સમાં 2004 બાદ પેંશન વ્યવસ્થા બંધ કરી દીધી છે.

English summary
Central home minister Sushil kumar shinde said after loksabha election Rahul Gandhi will become Prime Minister.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X