ધૂમ વેચાઇ રહી છે રાહુલનું વાંધાજનક પુસ્તક, રાહુલને ગણાવ્યા છે બળાત્કારી

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

બદાયૂં, 11 એપ્રિલ: ઉત્તર પ્રદેશના બદાયૂંમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી વિરૂદ્ધ આપત્તિજનક સામગ્રીવાળા પુસ્તક વહેંચવાના મુદ્દે પ્રકાશમાં આવ્યો છે. કોંગ્રેસ પાર્ટી તરફથી તેના વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પુસ્તકનું નામ છે 'રાહુલની રાવણલીલા' કોંગ્રેસના જિલ્લાધ્યક્ષ ઓમકાર સિંહે જણાવ્યું હતું કે અમે નગલામંદિર ગામની પાસે બે બાળકો પાસેથી પુસ્તક મળ્યું, જેમાં રાહુલ ગાંધી વિશે આપત્તિજનક વાતો લખવામાં આવી છે. પુસ્તકમાં તેમણે દુષ્કર્મના આરોપી બતાવવાની સાથે કાળું નાણુ વિદેશોમાં જમા કરવાના આરોપી બતાવવામાં આવ્યા છે.

તેમણે જણાવ્યું હતું કે પુસ્તકમાં રાહુલ ગાંધીની સાથે-સાથે ગાંધી પરિવારના અન્ય સભ્યો વિશે પણ આપત્તિજનક વાતો પ્રકાશિત કરવામાં આવી છે. અમને શંકા છે કે કાવતરા હેઠળ આખા જિલ્લામાં આ પુસ્તકનું વિતરણ કરવામાં આવ્યું છે. અમે આ અંગે ફરિયાદ જિલ્લાધિકારીને કરી, ત્યારબાદ અજાણ્યા વ્યક્તિઓ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. જિલ્લાધિકારી સીપી ત્રિપાઠીએ શુક્રવારે સંવાદદાતાઓને જણાવ્યું હતું કે કેસ દાખલ કરી પુસ્તકનું વિતરણ કરનારની શોધ કરવામાં આવશે. તપાસ બાદ દોષીઓ વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવશે.

rahul-gandhi-ravanleela

બીજી તરફ પોલીસે ઉત્તર પ્રદેશના ફતેપુર જિલ્લામાં રોડવેઝ બસ નજીકથી બુધવારે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે જે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, તેમના સાંસદ પુત્ર રાહુલ ગાંધી અને પુત્રી પ્રિયંકા વાઢેરા વિશે આપત્તિજનક તથા અશ્લીલ તસવીરો રથા લેખોવાળી પુસ્તક વહેંચી રહ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે તે ફતેપુરથી જ ચંદિયાણા મોહલ્લાનો રહેવાસી છે અને તેનું નામ સુરેશચંદ્ર શ્રીવાસ્તવ ઉર્ફ પુત્તન છે.

English summary
Congress workers from Uttar Pradesh approached Election Commission over the circulation of a book titled 'Rahul Ki Ravanleela' in Badaun and adjoining areas.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X