કોંગ્રેસના ધુરંધરો મોદી સામે થયા ઢેર, ચૂંટણી લડવા ઇનકાર

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 12 માર્ચ: લોકસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસની સામે મોટી મુશ્કેલીઓ આવી ગઇ છે. કોંગ્રેસની સામે ચૂંટણી જીતવા કરતા પણ મોટી સમસ્યા આવી ગઇ છે. કોંગ્રેસના કહેવાતા 'શેર' ચૂંટણી જીતવા તો દૂર પરંતુ ચૂંટણી લડવાથી પણ પાછી પાની કરી રહ્યા છે. જેને દેશમાં ચાલી રહેલી ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના નામની હવાની અસર પણ કહીએ કે કોંગ્રેસના દિગ્ગજ નેતા ચૂંટણી લડવાથી કતરાઇ રહ્યા છે.

ચૂંટણી હવે બસ હવે સામે જ ઊભી છે અને અણીના સમયે દિગ્ગજ નેતાઓ ચૂંટણી લડવાથી પાછળ હટી રહ્યા છે. સૂત્રો અનુસાર રાહુલ ગાંધીએ કોંગ્રેસના ઘણા મોટા નેતાઓને ચૂંટણી લડવા માટે જણાવ્યું છે, કારણ કે આ નેતાઓ ચૂંટણી લડવા માટે તૈયાર નથી. કોંગ્રેસની બીજી સૂચિમાં આ દિગ્ગજોના નામ સામેલ કરવાના હતા, પરંતુ જ્યારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ તેમને આ અંગે પૂછ્યું તો તેમણે ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો. કોંગ્રેસના આ દિગ્ગજ નેતાઓમાં મનીષ તિવારી, પી. ચિદમ્બરમ, સચિન પાયલોટ જેવો મોટા નેતાઓનો સમાવેશ થાય છે.

congress
આ પહેલા તમિલનાડુની સ્ક્રીનિંગ કમિટીમાં જયંતી નટરાજનને પણ ચૂંટણી લડવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે તેમણે પણ ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે. દેશમાં કોંગ્રેસ વિરોધી વાતાવરણ અને મોદીની લહેરને પગલે લગભગ હારના ડરથી ચૂંટણી લડવાથી દૂર ભાગી રહ્યા છે. તેમાંથી ઘણા નેતાઓ તો રાજ્યસભામાં જવા માટેના માર્ગો તપાશી રહ્યા છે.

જોકે સૂચના અને પ્રસારણ મંત્રી મનીષ તિવારી લુધિયાનાથી સાંસદ છે. પરંતુ આ વખતે તેઓ ચૂંટણી લડવા માંગતા નથી. જોકે તેઓ આના માટે વ્યક્તિગત કારણોનો હવાલો આપી રહ્યા છે. જ્યારે સચિન પાયલોટ પણ ચૂંટણી નહીં લડીને સીધી રાજ્યસભાની ટિકિટ મેળવવા ઇચ્છે છે.

Did You Know: ચૂંટણી પહેલા જેટલા ઓપિનિયન પોલ થયા તેમાં ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી વડાપ્રધાનની રેસમાં સૌથી આગળ છે.

English summary
There is trouble brewing for the Congress as Sources say that while Congress Vice President Rahul Gandhi wants senior leaders to contest polls, many of them are reluctant.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X