For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'સોનિયાને ખુશ કરનારું છે પવનકુમાર બંસલનું રેલ બજેટ'

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 26 ફેબ્રુઆરી: કેન્દ્રીય રેલમંત્રી પવનકુમાર બંસલે આજે પોતાનું પહેલું રેલ બજેટ રજૂ કરી દીધું છે. 18 વર્ષ બાદ કોઇ કોંગ્રેસી નેતાએ ભારતનું રેલ બજેટ રજૂ કર્યું છે. બજેટ પહેલા દેશના નાગરિકોએ એક ચિંતા વ્યક્ત કરી હતી કે રેલવેનું ભાડું ના વધવું જોઇએ. સામાન્ય નાગરિકોની ચિંતાને ધ્યાનમાં રાખીને રેલવે મંત્રીએ રેલવે ભાડામાં વધારો કર્યો નથી. જોકે પક્ષના અને વિપક્ષના નેતાઓ રેવલે બજેટ-2013-14ના માટે મિશ્ર પ્રતિક્રિયાઓ વ્યક્ત કરી રહ્યા છે જે આ મુજબ છે.

rail budget 2013
બીજેપી નેતા રવિશંકર પ્રસાદે બજેટ પર પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે બજેટમાં કઇપણ નવું નથી. તેમણે રેલમંત્રી પર આડકતરો પ્રહાર કરતા જણાવ્યું કે રેલવે મંત્રીએ બજેટ દ્વારા કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને ખુશ કરવાની કોશિશ કરી છે.

આ ઉપરાંત સમાજવાદી પાર્ટીના નેતા મુલાયમસિંહ યાદવે જણાવ્યું કે આ બજેટ કોંગ્રેસ અને તેના સાથિયોનું બજેટ છે. આ ઉપરાંત મુલાયમસિંહ યાદવે બંસલ પર એવો આરોપ લગાવ્યો કે બજેટમાં તેમના વિસ્તારને નજરઅંદાજ કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે પ્રાથમિક ધોરણે એવુ લાગે છે કે રેલવેએ પાછલા દરવાજાથી ખીસુ કાપી લીધું છે.

બજેટ પર બીજેપીએ જણાવ્યું કે આ બજેટ રાયબરેલીનું બજેટ છે. બીજેપી સાંસદ ગોપીનાથ મુંડેએ કહ્યું કે ભારતીય જનતા પાર્ટી શાસિત રાજ્યો માટે આ બજેટમાં કંઇપણ ફાળવણી કરવામાં આવી નથી. જોકે નાણામંત્રી પી. ચિદમ્બરમે જણાવ્યું કે આ બજેટ એક શાનદાર બજેટ છે.

English summary
rail budget is not well for BJP ruling state said BJP.rail budget 2013,
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X